જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, સાંસદસભ્યશ્રી પૂનમબેન માડમ, દ્વારકા ધારાસભ્યશ્રી પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રિધ્ધીબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વાઇબ્રન્ટ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થતાં તેના ભાગરૂપે જિલ્લા કક્ષાએ “વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ દેવભૂમિ દ્વારકા”નું આયોજન તા.૦૭/૧૦/૨૦૨૩નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે, નગરપાલીકા ટાઉનહોલ ખાતે મુખ્ય મહેમાન જિલ્લા પ્રભારી મંત્રીશ્રી અને કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા, સાંસદ સભ્યશ્રી પૂનમબેન માડમ, દ્વારકા ધારાસભ્યશ્રી પબુભા માણેક, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રિધ્ધીબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર છે. સરકારશ્રી દ્વારા એક્ષપોર્ટ કોન્કલેવ્સ, સ્ટાર્ટઅપ, વન ડિસ્ટ્રીકટ વન પ્રોડક્ટ, Export Hub વગેરે વિવિધ બાબતો અંગે જિલ્લાનાં ઉધોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે અને ઉધોગોને બેંક તરફથી અને વિવિધ કચેરી મારફત કયા પ્રકારની સેવાઓ પ્રાપ્ત થાય છે અને તે સેવાઓના લાભ માટે થતી સમસ્યાઓ અંગે તાત્કાલીક સ્થળ પર નિકાલ કરવા માટે  કાર્યક્રમમાં આનુષંગિક સ્ટોલ પણ રાખવામાં આવેલ છે. તેમજ કાર્યક્રમમાં જિલ્લા ઉધોગ કેન્દ્રની વિવિધ પ્રોત્સાહન યોજનાઓનું માર્ગદર્શન અને સાહિત્ય આપવામાં આવશે. કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક ઉધોગ સાહસિકોએ https://forms.gle/Fcn 82guZ6Qc4BJCGA લીંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જિલ્લાનાં ઉધોગકારો તેમજ રસ ધરાવતાં પ્રજાજનોને ઉપસ્થિત રહેવા જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

By admin