કોર્ટે જામીન મંજૂર કરતાં દિલ્હીના CM કેજરીવાલને મોટી રાહત, EDના સમન્સની અવગણનાનો છે મામલો

દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 8થી વધુ વખત સમન્સ મોકલ્યા હતા. હવે આ મામલે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જ્યાં ખુદ સીએમ કેજરીવાલ હાજર રહ્યા હતા. તેમણે જામીનની માગ કરી હતી અને તેમને જામીન મળી ગયા હતા.

15 હજારના બોન્ડ પર જામીન 

દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં આ મામલે સુનાવણી થઇ હતી. દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડી દ્વારા હાજર થવા માટે કેજરીવાલને વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા હતા અને આખરે આ મામલો કોર્ટ પહોંચ્યો હતો. કેજરીવાલ લગભગ 8 વખત સમન્સની અવગણના કરી ચૂક્યા હતા. રાઉઝ એવન્યૂ કોર્ટે તેમને 15 હજારના બોન્ડ પર જામીન આપી દીધા હતા.