Crime

 • દેવાયત ખવડની દાદાગીરી યુવકના હાથ-પગ ભાંગી નાંખ્યા, ઘટના CCTVમાં કેદ

  ગુજરાતના લોકગાયક દેવાયત ખવડ એક વખત ફરીથી વિવાદમાં સપડાયા છે. હકીકતમાં દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યું છે. જેમાં દેવાયત ખવડ સહિત બે શખ્સોએ મયુરસિંહ પર હુમલો કરીને તેના હાથ-પગ ભાંગી નાંખ્યા હતા. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ ગઈ હતી.

  CCTVમાં જોઈ શકાય છે કે, સર્વેશ્વર ચોક નજીક પુષ્કર એપાર્ટમેન્ટ પાસે મયુરસિંહ પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન એક સફેદ કલરની કાર ત્યાં આવીને ઉભી રહે છે. જેમાંથી બે શખ્સો લાકડીના દંડા લઈને ઉતરે છે અને મયુરસિંહ પર તૂટી પડે છે.

  આ હુમલાને પગલે ઘટના સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ બાબતની જાણ થતાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે ઈજાગ્રસ્ત મયુરસિંહ રાણાને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલમાં ખસેડ્યો છે.

  શું છે સમગ્ર મામલો?
  પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ મયુરસિંહે દેવાયત ખવડ વિરૂદ્ધ અરજી કરી હતી. જ્યારે લંડન ખાતે રહેતા એક NRIએ ફેસબુક ઉપર લાઈવ કરી દેવાયત ખવડને બેફામ ગાળો ભાંડી હતી, જેના પગલે દેવાયત ખવડે પણ પોલીસમાં અરજી કરી હતી.

  આ સિવાય રવિરત્ન પાર્કમાં દેવાયતના ઘર પાસે અગાઉ થયેલી માથાકૂટ વખતે પણ મયુરસિંહ રાણા ત્યાં હાજર હોય આ બાબતે પણ બન્ને વચ્ચે ડખ્ખો ચાલતો હતો. જેના પગલે આજે બપોરે મયુરસિંહની ઓફિસે ઘસી જઈ દેવાયત ખવડ સહિત બે શખ્સોએ તેની ઉપર ધોકા વડે હિંચકારો હુમલો કરી દીધો હતો.

  હાલ તો CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી આરોપીઓની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે. જ્યારે પરિસ્થિતિ વધારે તંગ ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

 • સાવલીમાં નાગરિકોએ દીવાલ પર પોલીસ વિરોધી સુત્રો લખી રોષ વ્યક્ત કર્યો

  વડોદરા જિલ્લાના સાવલી નગરમાં દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી, સાવલી હોસ્પિટલ, જન્મોત્રી હોસ્પિટલ, સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. ગાંધીના ગુજરાત માં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધીનો અમલ ફક્ત કાગળ પર જ થતો હોય તેમ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે.

       તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે, ત્યારે રાતના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે. સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકળતા ચરું સામે આવ્યો છે. પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓ ને કેમ છાવરવામાં આવે છે? તે સવાલ ઉદભવે છે.
 • ‘બુટલેગરોની દાદાગીરી-પોલીસની ભાગીદારી’ દીવાલ પર પોલીસ વિરોધી સુત્રો લખાયા

  વડોદરા જિલ્લાના સાવલી નગરમાં દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી, સાવલી હોસ્પિટલ, જન્મોત્રી હોસ્પિટલ, સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે.

  ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધીનો અમલ ફક્ત કાગળ પર જ થતો હોય તેમ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે.

  તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે, ત્યારે રાતના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે.

  શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે. સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકળતા ચરું સામે આવ્યો છે. પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓને કેમ છાવરવામાં આવે છે? તે સવાલ ઉદભવે છે.

 • દિલ્હીના બિઝનેસમેનને ફસાવીને લાખો ખંખેર્યા યૂટ્યૂબર નામરા કાદિરની ધરપકડ

  બિઝનેસમેને દાખલ કરાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, નામરાએ પોતાના પતિ વિરાટ બેનીવાલ સાથે સાંઠગાંઠ કરીને તેને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. જે બાદ દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 70 થી 80 લાખ રૂપિયા વસૂલ્યાં છે.

  પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, બિઝનેસમેન કામને લઈને નામરા કાદિરને સોહના રોડ પર આવેલી નામરા કાદિરની એક હોટલમાં મળ્યો હતો. તે યુ-ટ્યૂબર છે અને તેના લાખો ફોલોઅર્સ છે. તેની સફળતા અને વીડિયો જોઈને બિઝનેસમેન ઈમ્પ્રેસ થયો અને ફ્રેન્ડશિપ માટે વાત કરી હતી. નામરાએ જ પોતાને વિરાટ બેનીવાલ સાથે મુલાકાત કરાવી હતી.

  બિઝનેસમેન નામરાને તેની ફર્મમાં કામ કરવા માટે બે લાખ રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ આપ્યુ. જે બાદ જ્યારે હું તેમના માટે એડનું કામ લાવ્યો, તો તેમણે 50 હજાર રૂપિયા માંગ્યા હતા, જે મેં તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા, પરંતુ તેમણે કામ નહતુ કર્યુ.

  નામરાએ કહ્યું કે, કામ તો માત્ર બહાનું છે, તે મને પસંદ કરે છે અને લગ્ન કરવા માંગે છે. મને પણ તે ગમતી હતી અને અમે બન્ને સાથે ફરવા લાગ્યા. વિરાટ કાયમ તેની સાથે રહેતો હતો. એક દિવસે અમે ક્લબમાં પાર્ટી કરવા ગયા, ત્યારે નામરા અને વિરાટે મને પરાણે દારુ પીવડાવ્યો. જે બાદ અમે ત્રણેય જણાએ હોટલમાં એક રુમ બુક કરાવ્યો અને સૂઈ ગયા. સવારે ઉઠ્યા બાદ નામરાએ મારી પાસે કાર્ડ અને ઘડિયાળ માંગી. જ્યારે બિઝનેસમેને ઈન્કાર કર્યો, તો નામરાએ તેને બ્લેકમેઈલ કરવા લાગી અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવા લાગી.

  બિઝનેસમેનની ફરિયાદના આધારે પોલીસે નામરાની ધરપકડ કરી છે. જ્યારે તેના પતિ વિરાટ બૈનીવાલની ધરપકડ કરવા માટે પોલીસ ઠેર-ઠેર દરોડા પાડી રહી છે.

  જણાવી દઈએ કે, નામરા કાદિર ફેમસ યુ-ટ્યૂબર છે. યૂ-ટ્યૂબ પર નામરા કાદિરના 6 લાખથી વધુ ફૉલોઅર્સ છે. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ છે.

   

 • પરેશ સામે FIR, ગુજરાતમાં ભાષણ દરમિયાન કરી હતી ટિપ્પણી, ભારે પડી

  બંગાળીઓ પર પરેશ રાવલની ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેઓ ગુજરાતમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમણે ભાષણમાં

  કોલકાતા પોલીસે બંગાળીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ પરેશ રાવલ વિરુદ્ધ FIR નોંધી છે. પરેશ રાવલ અગાઉ પણ બોલવા મામલે કોઈને કોઈ ટીપ્પણી કરી દેતા વિવાદમાં આવે છે. પરેશ રાવલે 2 ડિસેમ્બરે પોતાના વિવાદિત નિવેદન બદલ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે નિવેદન ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના સંદર્ભમાં છે.

  કોલકાતા પોલીસે ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલ વિરુદ્ધ બંગાળીઓ વિરુદ્ધ કથિત અભદ્ર ભાષા બદલ FIR નોંધી છે. સીપીઆઈ(એમ) પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ એમડી સલીમે પરેશ રાવલ વિરુદ્ધ તેમની બંગાળી વિરોધી ટિપ્પણી બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ. સલીમે આરોપ લગાવ્યો હતો કે રાવલની ટિપ્પણી ઉશ્કેરણીજનક છે અને “હુલ્લડો ભડકાવી શકે છે. ફરિયાદમાં જણાવાયું છે કે, “રાજ્યની સરહદોની બહાર મોટી સંખ્યામાં બંગાળીઓ રહે છે. મને આશંકા છે કે પરેશ રાવલની અભદ્ર ટિપ્પણીઓને કારણે તેમાંથી ઘણાને અસર થશે.”

  શું કહ્યું પરેશ રાવલે?
  બંગાળીઓ પર પરેશ રાવલની ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેઓ ગુજરાતમાં ભાજપ માટે પ્રચાર કરી રહ્યા હતા. તેમણે ભાષણમાં કહ્યું હતું કે, “ગેસ સિલિન્ડર મોંઘા છે પણ ભાવ ઘટશે. લોકોને રોજગારી પણ મળશે, પરંતુ જો રોહિંગ્યા સ્થળાંતર કરનારા અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવા લાગે તો શું? તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે તમે રસોઇ બનાવશો? માછલી?”  જો કે 2 ડિસેમ્બરે પરેશ રાવલે આ વિષય પર પોતાના અભિપ્રાય બદલ માફી માંગી હતી. તેમણે કહ્યું હતું કે નિવેદન ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓના સંદર્ભમાં છે.

  આ કલમોમાં કેસ દાખલ
  સૂત્રો અનુસાર, IPC કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી), 153A (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી), 153B (ભાષાકીય અથવા વંશીય જૂથોના અધિકારોથી વંચિત રાખવું), 504 (ઉશ્કેરણી) ઈરાદાપૂર્વકની 505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

  ટીએમસી નેતાએ શું કહ્યું
  આ દરમિયાન ટીએમસીએ રાવલના નિવેદન બદલ તેમની ટીકા કરી હતી. ટીએમસીના આઈટી ચીફ દેવાંશુ ભટ્ટાચાર્યએ કહ્યું, “મોદીજી ગેસ અને એલપીજીના ભાવ વધારીને સત્તામાં આવ્યા. શું પરેશ રાવલ આ ભૂલી ગયા છે? જ્યારે ગેસના ભાવ વધે છે, ત્યારે તેની અસર હિંદુ અને મુસ્લિમ બંનેને થાય છે. તે શરમજનક છે, જેમણે ફિલ્મો બનાવી છે. ઓહ માય ગોડની જેમ ધર્મના ધંધાનો વિરોધ કરવાની વાત કરી, ચૂંટણી વખતે ગુજરાતમાં માત્ર બે મત મેળવવા માટે આવી વાતો કરી રહ્યા છે.

 • આશીષ મિશ્રા સહિત 13 આરોપિત વિરૂદ્ધ આરોપો નક્કી, ખેડૂતોની હત્યાનો કેસ ચાલશે

  લખીમપુર ખીરીના તિકુનિયા વિસ્તારમાં થયેલી હિંસાના મામલે મુખ્ય આરોપી અને કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ‘ટેની’ના પુત્ર આશીષ મિશ્રાની મુશ્કેલી વધી ગઈ છે. આશીષ મિશ્રા સહિત 13 આરોપીઓ વિરૂદ્ધ ખેડૂતોની હત્યાનો કેસ ચાલશે. મામલાને લઈને 16 ડિસેમ્બરથી ટ્રાયલ શરૂ થશે.

  ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મોર્યની મુલાકાતના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન દરમિયાન ઓક્ટોબર-2021નાં રોજ થયેલી હિંસામાં 8 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલી FIR મુજબ ઘટનામાં ચાર ખેડૂતોના એક એસયૂવીથી કચડાઈ જવાને કારણે મોત નિપજ્યા હતા. આ એસયૂવીમાં આશીષ મિશ્રા બેઠો હતો.  દુર્ઘટના પછી રોષે ભરાયેલા ખેડૂતોએ વાહન ચાલક અને ભાજપના બે કાર્યકર્તાઓની કથિત રીતે માર મારીને હત્યા કરી નાખી હતી. કૃષિ કાયદાના વિરૂદ્ધમાં ખેડૂત અને વિપક્ષી દળોના પ્રદર્શન બાદ શરૂ થયેલી હિંસામાં એક પત્રકારનું પણ મોત નિપજ્યું હતું. હિંસામાં માર્યા ગયેલા પ્રદર્શનકારીએ કેન્દ્રના તે ત્રણ કૃષિ કાયદાઓ વિરૂદ્ધ પ્રદર્શનો કરી રહ્યાં હતા જે બાદ સરકારને આ કાયદા પરત ખેંચવાની ફરજ પડી હતી.
 • યુવતીને ડોક્ટર બનાવવાની લાલચ આપી બગસરાના યુવાને 23 લાખ રૂપિયા ઠગી લીધા, પોલીસે ધરપકડ કરી

  રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ નોકરી આપવાના બહાને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને અમરેલી જિલ્લાના બગસરા ખાતે રહેતા તબિયત અભ્યાસ કે વ્યવસાય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓને નવા ડોક્ટરની જાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેરનાર હાર્દિક અહાલપર (ડો.રાજીવ મહેતા )ની રાજકોટ સાયબર ક્રાઇમ ધરપકડ કરી છે. આરોપી સામે હાલ તો 23 લાખની ઓનલાઈન છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે, પરંતુ વધુ કાંડ રીમાન્ડ દરમિયાન સામે આવે તેવી પોલીસને સંભાવના છે. આરોપી દ્વારા ઇન્સ્ટાગ્રામમાં ફેક નામથી આઈ.ડી બનાવી યુવતી સાથે મિત્રતા કરી ગાંધીનગર તેના સારા છેડા છે કઈ સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. આરોપીએ યુવતી પાસેથી કટકે કટકે 23,35,000 મેળવી છેરપિંડી કરી હોવાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

    ટૂકડે-ટૂકડે 23 લાખ પડાવી લીધા
  આરોપીએ યુવતીને વિશ્વાસમાં લઈ અને ભોળવી યુવતી પાસેથી પાંચ માસના સમયગાળા દરમિયાન સરકારે નોકરીના નામે 4.50, એડમિશન આપવાના નામે 9.75 લાખ અને હોસ્પિટલમાં ભાગીદારી કરાવી આપવાના નામે 7.95 લાખ તથા અન્ય રીતે 1.15 લાખ મળી કુલ 23 લાખ 35 હજારની આરોપીએ યુવતી છેતરપિંડી કર્યાની રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

    ડૉ. રાવજી નામનું બોગસ ઇન્સ્ટા આઇડી બનાવ્યું
  તબીબ ‌ક્ષેત્ર સાથે જોડાયેલા છાત્રા તેમજ નવા નવા ડીગ્રી મેળવનાર તબીબોને મૂર્ખ બનાવવા માટે ધોરણ 12 પાસ હાર્દિકે પોતે ફસાઈ ન જાય તે માટે ડોક્ટર રાજીવ નામનું ફેમ Instagram આઈડી બનાવ્યું હતું અને આ આઈડી મારફતે તબીબો વ્યવસાય કે અભ્યાસ સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરતો હતો મોટા ભાગે આરોપી યુવતીને શિકાર બનાવતો હતો.

 • જુહાપુરામાં ફરી એકવાાર ગેંગવોર, સામ સામે થયું ફાયરીંગ

  સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નવાબ નામના વ્યક્તિએ અંગત અદાવતમાં નઝીર વોરા પર ફાયરિંગ કર્યું હતું.

  અમદાવાદના સરખેજ જુહાપુરા વિસ્તારમાં ફાયરીંગની ઘટના બની છે. આ મામલે ગેંગવોર ફરી સામે આવ્યું છે. જેથી સામ સામે ફરીયાદ પણ નોંધાઈ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગઈકાલે જુહાપુરામાં ફરી એકવાર ગેંગ વોર જોવા મળ્યું હતું. જુહાપુરામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બનતા ચકચારી મચી જવા પામી હતી ત્યારે આ મામલે સામ સામે ફરીયાદ કરવામાં આવી છે.  સમગ્ર ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે સમગ્ર મામલાની જાણ થતા જ ક્રાઈમ બ્રાંચ સહિતના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.

  સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર કુખ્યાત એવા નઝીર વોરા અને તેનો પુત્ર ત્યાં ઉભા હતા એ દરમિયાન તેમના પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નવાબ નામના વ્યક્તિએ અંગત અદાવતમાં નઝીર વોરા પર ફાયરિંગ કર્યું હતું. આ કેસમા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. બંને પક્ષે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પણ સામ સામે ફરીયાદ દાખલ કરાવી છે. આ સમગ્ર ઘટના અંગે મોડી રાત્રે વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હુમલા અંગે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી છે. કુખ્યાત નઝીર વોરા, તેના પુત્ર અને મોઈન સામે ફરિયાદ નોંધી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

  કુખ્યાત નઝીર વોરા અને તેનો પુત્ર જુહાપુરામાં ઉભા હતા. આ દરમિયાન તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ એટલું જ નહીં જો કે પ્રાપ્ત માહિતી મુજબ કુખ્યાત નઝીર વોરા અને તેના પુત્ર સહિતના લોકો પર તલવારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.

 • યોગા ટીચર સાથે બિભત્સ ચેનચાળા કરનાર યુવક ઝડપાયો

  રાજકોટ શહેરના અક્ષર માર્ગ પર લિફ્ટમાં યોગા ટીચરની છેડતી કરનારા આરોપીને ઝડપી પાડવામાં માલવીયાનગર પોલીસને સફળતા સાંપડી છે.

  પોલીસ પૂછપરછમાં આરોપીની ઓળખ રાજકોટની જેજે કુડલીય કૉલેજમાં એફવાય બી.કોમમાં અભ્યાસ કરતાં કૌશલ પીપળીયા (રહે.વિશાખા ગોલ્ડ એપાર્ટમેન્ટ, દેવપરા શેરી) તરીકે થઈ છે. આરોપી કૌશલે અત્યાર સુધીમાં 100 જેટલી મહિલાઓ સાથે વિકૃતવેડા કર્યાં હોવાનું કબૂલ્યું છે.

  આટલું જ નહીં, વિકૃત કૌશલ ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં ચેમ્પિયન છે અને રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ પણ મેળવી ચૂક્યો છે. કૌશલ પરીણિત છે. જ્યારે તેના પિતા માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરે છે.

  પોલીસની આગવી ઢબે પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે, તે રાજકોટ શહેરના અમીન માર્ગ, કોટેચા ચોક અને યુનિવર્સિટી રોડ જેવા પોશ વિસ્તારમાં વહેલી સવારે નીકળતી મહિલાઓ તથા છોકરીઓ સામે બિભિત્સ ચેનચાળા કરતો હતો. હાલ તો માલવીયાનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 • મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બાદ PM મુલાકાત , TMCના રાષ્ટ્રીય પ્રવક્તાની ધરપકડ

  મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ ઘટના બાદ પીએમ નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી અને ઘટના સ્થળે ગયા હતા. જ્યાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દી અને તેના પરિવારને મળ્યા હતા. આ મુલાકાતના અમુક દિવસ એક સમાચાર પત્રમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોદીની મોરબી મુલાકાત પાછળ 30 કરોડનો ખર્ચ થયો હોય અને તેનો ખુલાસો આરટીઆઈ થયા હોવાનો ફેક મેસેજ વાયરલ કર્યો હતો.

  આ મેસેજને TMCના સાંસદ સાકેત ગોખલે દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી. જોકે આ ખોટી ટ્વીટ હવે તેમના માટે મુસીબત બની છે, બનાવની ગુજરાત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ફરિયાદ નોધવામાં આવી હતી અને ત્યાર બાદ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે.

  તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલે કેન્દ્ર સરકારના મોટા ટીકાકાર તરીકે ઓળખાય છે. ટીએમસીના રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ બ્રાયને ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. ડેરેકે ટ્વિટ કર્યું, “સાકેતે સોમવારે રાત્રે 9 વાગ્યાની ફ્લાઇટ નવી દિલ્હીથી જયપુર લીધી. જ્યારે તે ઉતર્યા ત્યારે ગુજરાત પોલીસ રાજસ્થાનના એરપોર્ટ પર તેમની રાહ જોઈ રહી હતી અને તેમની ધરપકડ કરી હતી. આરોપ છે કે મોરબી બ્રિજ પરના નિવેદન બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.