બોલીવૂડની મોસ્ટ બ્યૂટીફિલ એકટ્રેસ મધુબાલાની બાયોપિક બનવાનું કન્ફર્મ

પરિણિતી ચોપરા દીકરી માલતી મેરીને લઈને ભારત આવી છે. તે તેની કઝિન પરિણિતી ચોપરા કે પછી મીરા ચોપરાના લગ્નમાં ભારત આવી ન હતી પરંતુ એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ ખાતર ભારત આવતાં સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી હતી. 

મધુબાલાની બાયોપિક બની રહી હોવાની વાત લાંબા સમયથી ચર્ચાતી હતી. જોકે, મધુબાલાના પરિવારે પહેલેથી એવો આગ્રહ રાખ્યો હતો કે કોઈપણ બાયોપિક બનાવે તો તેમણે તેમની સંમતિ લેવાની રહેશે. આ બધી વાટાઘાટોમાં ફિલ્મની શરુઆત થઈ શકી ન હતી.  આ અગાઉ એવી વાત ફેલાઈ હતી કે  કોશ્ચ્યુમ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા મધુબાલાની બાયોપિક બનાવી રહ્યો છે અને તેમાં કૃતિ સેનન મધુબાલાની ભૂમિકા માટે સિલેક્ટ થઈ છે. જોકે, તે જ વખતે મધુબાલાનાં બહેન મધુર બ્રિજ ભૂષણે જાહેર કર્યું હતું કે તેઓ કોઈને પણ પરિવારની સંમતિ વિના મધુબાલા પર ફિલ્મ બનાવવા દેશે નહીં. 

હવે નિર્માતાઓએ મધુબાલાની બાયોપિકની સત્તાવાર જાહેરાત કરી છે. મધુબાલાના પરિવારે ‘મધુબાલા વેન્ચર્સ’ના નામે એક પ્રોડક્શન કંપની બનાવી છે તે આ ફિલ્મ માટે સહ નિર્માતા તરીકે જોડાશે. 

આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડાર્લિંગ’નું નિર્દેશન કરનારાં જસ્મીત કે રીન જ મધુબાલાની બાયોપિકનું પણ દિગ્દર્શન કરશે. 

જોકે, હાલના તબક્કે કઈ એકટ્રેસ મધુબાલાનો રોલ ભજવશે તે જાહેર કરાયું નથી. 

મધુબાલા બોલીવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીમાંની એક ગણાય છે. જોકે, તેનું અંગત જીવન બહુ જ કરુણામય રહ્યું હતું.  ૩૬ વર્ષની વયે બીમારીના કારણે તેનું નિધન થયું હતું. 

મધુબાલાની બાયોપિકમાં મધુબાલા ઉપરાંત તે વખતના તેના કોસ્ટાર દિલીપ કુમાર  ઉપરાંત પતિ કિશોર કુમાર સહિતના  કલાકારોની ભૂમિકા કોણ ભજવશે તે અંગે પણ ઉત્સુકતા જાગી છે. 

ઉલ્લેખનીય છે કે મધુબાલાના પતિ અને સ્વ. ગાયક કિશોરકુમારની બાયોપિક બની રહ્યાનું પણ લાંબા સમયથી ચર્ચાય છે.