લોકસભાની ચૂંટણી નજીક છે. તેનો કાર્યક્રમ આજે જાહેર પણ થવાની તૈયારી છે ત્યારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હૈદરાબાદના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેમના દીકરા સાથે અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સ્ટેટ ઈન્ચાર્જ દીપા દાસ મુનશીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર પણ ટ્વિટર પર શેર કર્યો હતો.

તેલંગાણામાં કોંગ્રેસ મજબૂત

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.  કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં મજબૂત સ્થિતિમાં છે, જ્યારે ભાજપની સ્થિતિ દક્ષિણના રાજ્યોમાં એટલી સારી નથી. આવી સ્થિતિમાં ભાજપના પૂર્વ સાંસદનું પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાવું પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ BRS અને BJPને હરાવીને રાજ્યમાં સત્તા કબજે કરી હતી.