નવરાત્રિ એ માં નવદુર્ગાની આરાધના કરવાનો તહેવાર છે. નવરાત્રિનાં દિવસોને હિંદુ ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસોમાં લોકોની ભાવનાઓને દુઃખ ન પહોચે એ માટે ભારત સરકારનાં પશુ પાલન ખાતાના માનદ સલાહકાર મિત્તલ ખેતાણી દ્વારા નવરાત્રિ અને દશેરા દરમિયાન  કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ પર પ્રતિબંધ રાખવા અને તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધિ કરાવવા દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીને રજૂઆત  કરવામાં આવી છે.  ઉલેખ્ખનીય છે કે મિત્તલ ખેતાણી અને કરુણા ફાઉન્ડેશન, એનિમલ હેલ્પલાઈન – રાજકોટની ટીમ પ્રતિક સંઘાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ, ગૌરાંગ ભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા દ્વારા અવારનવાર વિવિધ પ્રકારની રજુઆતો સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે થતી રહે છે.  

By admin