પોરબંદર જિલ્લાના કાટવાણા ગામે એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા પોરબંદર દ્રારા બહેનોને આર્થિક આત્મનિર્ભર બનાવવા માટે ફીનાઈલ, સાબુ, હારપીક અને હેન્ડવોસની બનાવટની તાલીમ તા.૨૭ સપ્ટેમ્બરથી તા. ૨ ઑક્ટોબર દરમિયાન વિનામૂલ્યે આપવામાં આવી હતી. તાલીમમાં ગેસ્ટ ફેકલ્ટી (માસ્ટર ટ્રેનર) તરીકે શ્રીમતી નયનાબેન રાણપરીયા તથા હીતેષભાઈ પાંજરીએ ફરજ બજાવી હતી.તાલીમ સફળતા પૂર્વક પૂર્ણ થતા સર્ટીફીકેટ વિતરણ કરવા માટે આરસેટી – પોરબંદરના નિયામકશ્રી રમેશ ચંદ મીનાના હસ્તે આપવામાં આવ્યા હતાં.