પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટરમાં કાઉન્સેલરની એક જગ્યા માટે 45 યુવક યુવતિઓએ પરીક્ષા અને ઇન્ટરવ્યુ આપ્યા બાદ પસંદગી વખતે હવે સિવિલ સર્જને વિચીત્ર વિવાદ ઉભો કરીને જેમણે લેખીત પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં સારા માર્કસ આવ્યા છે તેઓને બ બોલાવીને ‘તમારા પ્રોવિઝનલ ડીગ્રી સર્ટીફીકેટના આધારે હું તમને નોકરી આપી શકું નહીં’ તેમ જણાવતા શિક્ષીત બેરોજગારોમાં આક્રોશ જોવા મળ્યો છે અને નરસિંહ મહેતા યુનિવર્સિટીનું નિમર્ણિ થયું ત્યારથી હજુ સુધી એકપણ વિદ્યાર્થીને ડીગ્રી સર્ટીફીકેટ આપી શકાયું નથી તેથી પ્રોવિઝનલ ડીગ્રી સર્ટીફીકેટ અપાય છે અને તેના આધારે દેશમાં તો શું વિદેશમાં પણ અભ્યાસ કે નોકરી માટે પરમીશન અપાય છે ત્યારે અજ્ઞાનતા ધરાવતા આ અધિકારી સામે શિક્ષીત બેરોજગારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
ર0 દિવસ પહેલા લેવાયુ હતુ ઇન્ટરવ્યુ
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલના સિવિલ સર્જન સહ મુખ્ય જીલ્લા તબીબી અધિકારી જે.ડી. પરમારે એડવટર્ઈિઝ આપીને ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત એચઆઇવી એઇડઝના દર્દીઓને મદદપ બનવા માટેના એ.આર.ટી. સેન્ટરમાં 11 માસના કરાર આધારીત 13000 પિયાના માસિક વેતનથી કાઉન્સેલરની 1 જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવાનું જાહેર કર્યુ હતું અને તેમાં એમએ સાયકોલોજી, એમએ સોસીયોલોજી અથવા એમએસ ડબલ્યુ જેવી શૈક્ષણિક લાયકાત અને 13000નું વેતન નકકી થયું હતું અને 18 ડીસેમ્બરના રોજ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું.
લેખીત પરીક્ષાની જાણ જ કરી નહીં
મહત્વની બાબત એ છે કે, શિક્ષીત બેરોજગારોને એવું જણાવાયું હતું કે, સવારે 11 વાગ્યે સિવિલ સર્જનની ઓફીસ ખાતે ઇન્ટરવ્યુ લેવાશે તેથી સવારે નવ-દશ વાગ્યાથી જ અનેક બેરોજગાર યુવક-યુવતિઓ હોસ્પિટલે પહોંચી ગયા હતા પરંતુ ત્યાં પહોંચ્યા બાદ જ અચાનક એવું જાહેર કરવમાં આવ્યું હતું કે, ‘તમારે સૌને લેખીત પરીક્ષા આપવાની છે!’ આથી ઘણા ઉમેદવારો તૈયારી વગર પહોંચ્યા હતા અને તેઓની એમસીકયુ ટાઇપની 40 પ્રશ્ર્નોની લેખીત પરીક્ષા લેવાઇ હતી.
45 બેરોજગારોએ આપી પરીક્ષા
ઇન્ટરવ્યુ માટે આવેલા ઉમેદવારોને લેખીત પરીક્ષા આપવાનું જણાવતા માત્ર પોરબંદરના જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના દુર-દુરના શહેરોમાંથી 45 જેટલા બેરોજગાર યુવક-યુવતિઓ આ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા. કોવિડ હોસ્પિટલમાં લેવાયુ મૌખિક ઇન્ટરવ્યુ!
લેખીત પરીક્ષા લેવાઇ ગયા બાદ સિવિલ સર્જનની ઓફીસ જે કોવિડ હોસ્પિટલમાં કાર્યરત છે ત્યાં જ સોશ્યલ ડીસ્ટન્સના લીરેલીરા ઉડાડીને ઇન્ટરવ્યુ લેવાયું હતું.
શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યા બાદ પણ મળી નિરાશા
લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ લેવાય ગયા બાદ ઉમેદવારની પસંદગી કરવામાં પણ અગડમ-બગડમ હોય તેવું જણાયું છે કેમ કે, જેમણે ઇન્ટરવ્યુ અને લેખીત પરીક્ષામાં ઉચ્ચ ગુણાંક મેળવ્યા છે તેવા ઉમેદવારો પૈકી અમુકને ફોન કરીને સિવિલ સર્જનની બમાં બોલાવાયા હતા અને ત્યારબાદ ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સિવીલ સર્જન જે.ડી. પરમાર સમક્ષ રજુ કયર્િ હતા જેમાં પસંદગી થનાર હતી તેવી યુવતિઓએ તેમના ડોકયુમેન્ટ આપ્યા ત્યારે ડીગ્રી સર્ટીફીકેટ માંગવામાં આવ્યા હતા પરંતુ પોરબંદરની મોટાભાગની યુવતિઓ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં અભ્યાસ કરે છે અને આ યુનિવર્સિટી નવી બની હોવાથી છેલ્લા 3 વર્ષથી એકપણ વિદ્યાર્થીને ડીગ્રી સર્ટીફીકેટ અપાયું નથી જેનું કારણ એ છે કે, રાષ્ટ્રૈપતિની મંજુરીની મહોર બાદ ડીગ્રી સર્ટીફીકેટ રાજયપાલની સહીથી અપાતું હોય છે અને તે માટેનો કાર્યક્રમ યોજીને પછી સર્ટી આપવાનું હોવાથી હજુ સુધી કોઇને આવા સર્ટી ઓરીજનલ અપાયા નથી તેના બદલે વૈકલ્પિક વ્યવસ્થના ભાગપે યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ ડીગ્રી સર્ટીફીકેટ કાઢી આપવામાં આવે છે અને તેના દ્વારા નોકરી મળી જતી હોય છે પરંતુ પોરબંદરના સિવિલ સર્જન પરમારે એવું જણાવી દીધું હતું કે, તમા ઓરીજનલ ડીગ્રી સર્ટીફીકેટ હોય તો જ તમને નોકરી આપી શકું! આથી ઉમેદવારોએ ‘સર્ટીફીકેટ યુનિવર્સિટીએ જ આપેલ છે તે કેમ માન્ય રહે નહીં?’ તેવો સવાલ પુછતા એવું જણાવી દેવાયું હતું કે, એઆરટીના મુખ્ય સેન્ટર ખાતેથી અમે તમારો મુદ્દો મોકલશું કેમ કે ઉપરથી તેઓ માન્યતા આપતા નથી.! આથી લેખીત પરીક્ષામાં સારા માર્કસ અને ઇન્ટરવ્યુમાં સા પ્રદર્શન દાખવનારા ઉમેદવારો નિરાશ થઇને પરત ફયર્િ હતા.
આમ, સરકારી હોસ્પિટલમાં 13000 ના વેતનવાળી કાઉન્સેલરની માત્ર એક પોસ્ટ માટે પણ આ પ્રકારનો વિવાદ ઉભો થતાં સરકારી હોસ્પિટલ ફરી ચચર્નિું કેન્દ્રબિન્દુ બની છે.
પરીક્ષા નિયામક કહે માન્ય છે, સિવિલ સર્જન દ્વારા ઉંહું ઉહું!
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડો. સુખડીયા પાસે બ જઇને પોરબંદરની યુવતિઓએ એવી રજુઆત કરી હતી કે, યુનિવર્સિટીનું પ્રોવિઝનલ ડીગ્રી સર્ટીફીકેટ પોરબંદરના સિવિલ સર્જન માન્ય રાખતા નથી ત્યારે પરીક્ષા નિયામક પણ ચોંકી ઉઠયા હતા અને તેમણે જણાવ્યું હતુું કે, યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ સર્ટીફીકેટ અપાય છે તેના દ્વારા દેશ-વિદેશમાં અભ્યાસ અને નોકરી માટે યુવક-યુવતિઓ જાય જ છે તો પોરબંદરના સિવિલ સર્જન શા માટે ના પાડે છે?
મૌખિક ઇન્ટરવ્યુમાં પણ પેનલને બદલે તબીબોએ વ્યકિતગત લીધા ઇન્ટરવ્યુ
સામાન્ય રીતે કોઇપણ ઈન્ટરવ્યુ લેવાતો હોય છે ત્યારે 3 થી 4 નિષ્ણાંતોની પેનલ દ્વારા મૌખિક રીતે પ્રશ્ર્નો પુછવામાં આવતા હોય છે પરંતુ અહીંયા જાણેે કે, અધિકારીઓને ઇન્ટરવ્યુ લેવામાં કોઇ રસ હોય નહીં તેમ નિયમનો ભંગ કરીને સિવિલ સર્જનની ઓફીસમાં જ 3 અલગ-અલગ ટેબલ ઉપર એક-એક ડોકટરને બેસાડીને ઇન્ટરવ્યુ લેવાયા હતા. પેનલમાં લેવામાં આવ્યા ન હતા. સિવિલ સર્જન ડો. પરમાર ઉપરાંત ડો. વિપુલ મોઢા અને આરએમઓ ડો. ઠાકરે આ ઇન્ટરવ્યુ લીધા હતા જે પેનલમાં નહીં પરંતુ એક-એક ઉમેદવારના અલગ-અલગ લેવાયા હતા.
હોસ્પિટલના અન્ય વિભાગમાં ડીગ્રી સર્ટીફીકેટ વગર અનેકની નોકરી ચાલુ!
પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં અનેક વિભાગો કાર્યરત છે જેમાં 11 માસના કરાર આધારીત ભરતીઓ થતીહોય છે તેમાં અન્ય વિભાગોમાં ડીગ્રી સર્ટીફીકેટ વગર જ અનેક યુવક-યુવતિઓ નોકરી કરી રહ્યા છે તો માત્ર એ.આર.ટીઓ. સેન્ટરમાં જ ભરતી પ્રક્રિયામાં શા માટે સિવિલ સર્જન આવી જીદ કરી રહ્યા છે? તેવો સવાલ ઉઠાવાયો હતો.
લેખીત પરીક્ષા લેવાની ન હતી પરંતુ ઉમેદવારો વધ્યા એટલે લેવી પડી!
કાઉન્સેલરની ભરતી માટેની જાહેરાત અપાઇ તેમાં પણ માત્ર ‘વોક ઇન ઇન્ટરવ્યુ’ જાહેર થયું હતું લેખીત પરીક્ષાની કોઇ જ સ્પષ્ટતા હતી નહીં તે અંગે સિવિલ સર્જન ડો. પરમારને પુછવામાં આવતા તેણે એવો પાંગળો બચાવ કર્યો હતો કે, ‘અમને એમ કે વીસેક ઉમેદવારો માંડ ઇન્ટરવ્યુ માટે આવશે પરંતુ સંખ્યા વધી ગઇ હોવાથી લેખીત પરીક્ષા લેવી પડી’ પરંતુ સાચી બાબત એ છે કે, ઓન ધ સ્પોટ તાત્કાલીક લેખીત પરીક્ષાના પેપરો કાઢવામાં આવ્યા ન હતા તેથી અગાઉથી જ લેખીત પરીક્ષા લેવાનું નકકી હોવા છતાં ઉમેદવારોને જાણ થઇ ન હતી. ઇન્ટરવ્યુ વખતે જ સવારે રજીસ્ટ્રેશન કરીને લેખીત પરીક્ષા લેવાશે તેવું જાહેર કર્યુ હતું.
શું ડીગ્રી સર્ટીફીકેટ મળે નહીં ત્યાં સુધી બેરોજગાર રખડવાનું?!
પોરબંદરની સરકારી હોસ્5િટલના સિવિલ સર્જને પ્રોવિઝનલ ડીગ્રી સર્ટીફીકેટના આધારે નોકરી મળી શકે નહીં તેવું પસંદ પામેલા ઉમેદવારોને જણાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ તેમની સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ તો યુનિવર્સિટીની માન્યતા ઉપર આશંકા દશર્વિીને ‘તમે કોર્સ કર્યો છે તે યુનિવર્સિટી માન્ય નહીં હોય’ તેમ જણાવીને ઉમેદવારોને નિરાશ કયર્િ હતા ત્યારે આક્રોશ સાથે યુવા-યુવતિઓએ જણાવ્યું હતું કે, શું અમને યુનિવર્સિટી ડીગ્રી સર્ટીફીકેટ આપે નહીં ત્યાં સુધી અમારે બેરોજગાર રખડવાનું? આવુ તો કયાંય જોવામાં આવ્યું નથી. એકમાત્ર ભાવસિંહજીહોસ્પિટલના સિવિલ સર્જન કે જેને ઇન્ટરવ્યુબાદ ભરતીની સંપુર્ણ સતા છે તેમ છતાં તેઓ જવાબદારી લેવા તૈયાર નથી અને પ્રોવિઝનલ ડીગ્રી સર્ટીફીકેટને અમાન્ય ગણે છે તે યોગ્ય નથી તેમ ઉમેર્યુ હતું