મોદીજીનું પણ એજ થયું!!
ભારતની મહાનતામાં ભળીને ભારત જેવા તે દેખાવા લાગ્યા પણ એ અસ્સલ ભારત હતા નહીં એટલે જ્યારે તેના પાપે દેશ અને નાગરિકો આર્થિક ભીંસની ભઠ્ઠીએ ચડ્યા ત્યારે ભારતે સાતત્ય જાળવ્યું પણ મોદીજી જુઠા પુરવાર થઈ ગયા!!
મોદીજી જયારે સંપૂર્ણ રીતે હારી જાય ત્યારે અવલોકન કરજો, મુખ્યત્વે આ ત્રણ ચાર કારણો મુખ્ય હશે.
૧) કદ થી વધારે અભિમાન (ઉદાહરણ તરીકે ગેરેન્ટી સરકારની હોય વ્યક્તિની નહીં, પરિવાર સંગઠનનો હોય, પદ નો નહીં)
૨) ઇતિહાસનું અજ્ઞાન (ઉદાહરણ તરીકે ભારતની પ્રથમ ચૂંટણી થઈ ત્યારે સરદાર વલ્લભભાઈ હયાત ન હતા અને એના નામે જુઠાણું એ ચલાવ્યું કે એ વડાપ્રધાન બનવાના હતા, જવાહરલાલે એમ થવા ન દીધું, આ સિવાય નહેરુ પ્રત્યે વ્યક્તિગત નફરત હોવાનું કારણ હશે કે એ નહેરુની ઉપલબ્ધી એ રીતે ક્યારેય ગણાવી ન શક્યા જે રીતે ભાજપના પહેલા પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈએ નહેરુની ઉપલબ્ધીઓ ગણાવી છે
૩) આસપાસ કંગના જેવા ચાપલુસો રાખ્યા જેમણે મોદીને ખુશ કરવા ભારતની સાચી આઝાદી ૨૦૧૪ થી ગણાવાનું શરૂ કર્યું, ચાપલુસોની આ હરકત ભારત માટે બલિદાન આપનારા લાખો લોકોની હળાહળ ઉપેક્ષા રહી ગઈ, ચાપલુસોએ આ ઘોર પાપ કર્યું
૪) મોદીજી વ્યક્તિગત રીતે જુઠા બોલા માણસ રહ્યા (ઉદાહરણ તરીકે એને સ્ટેજ અને માઈકનો એટલો બધો શોખ હતો કે એ માઈક ની સામે બેઠેલી ઓડિયન્સ સાથે ઘરોબો કેળવવા પોતે હિન્દુ હૃદય સમ્રાટ હોવા છતાં અને માઈક સામે મુસ્લિમ ઓડિયન્સ હોય તો એ પોતે કેમ ઈદ મનાવતા, કેવી રીતે સેઈવૈયા ખાતા એ બોલતા જરા પણ ખચકાતા કે અચકાતા નહીં, એનો આ આત્મવિશ્વાસ જ એના જુઠા હોવાનો પુરાવો પ્રસ્તુત કરતા, જેમકે બ્રાક ઓબામાં એના દોસ્ત ગણાવ્યા, ટ્રમ્પનો પ્રચાર કરવા દેશની મર્યાદા નીલામ કરીને તે અમેરિકા ગયા, હદ તો ત્યારે કરી નાંખી જયારે પાકિસ્તાન અને ચાઈનાને લાલ આંખો દેખાડવાના બંણગા ફૂંક્યા પણ એમ કરી શક્યા નહીં, એનાથી ઉલટ પાકિસ્તાન નવાઝની મમ્મીને પગે લાગવા દોડી ગયા!!
સ્વાભાવિક છે કે આ વાંચવાની સાચી મજા ૦૫ જૂન ૨૦૨૪ બાદ આવશે કેમકે ત્યારે એ મોદીજી પૂર્વ (માજી) પ્રધાનમંત્રી બની ગયા હશે અને વાંચનાર વાંચક જો મોદીમય રહ્યો હશે અગાઉ, તો હવે તે મોદીમાયા માંથી તેનો મોહ ભંગ થઈ ચુક્યો હશે.
ભારતની પ્રગતિના દસ વર્ષ બગાડનાર આ માણસને ઇતિહાસ યાદ કેટલો રાખે એ ખબર નથી પણ જ્યારે જ્યારે ભારતની પ્રગતિની ચર્ચા થશે ત્યારે એક મોટા અવરોધ તરીકે આ વ્યક્તિના શાસનને લોકો ક્ષણભર યાદ જરૂર કરશે. (ભાર્ગવ જોશી મુખ્ય સંપાદક)