નાના વેપારીઓ eપ્લેટફોર્મ વધુ પસંદ કરી આવક કરે છે

મોટી સંખ્યામાં ગ્રાહકો મેળવવા ઓનલાઈન વેચાણ મહત્વનું બન્યું.

દેશના નવા અને ઊભરી રહેલા નાના તથા મધ્યમ વેપારગૃહો પોતાના પ્રોડકટસના વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ્સને પ્રથમ પસંદગી આપી રહ્યા છે.એક રિપોર્ટ પ્રમાણે ૬૦ ટકા વેપારગૃહો  ઓનલાઈન પ્લેટફોર્મ્સને પોતાના પ્રોડકટસના વેચાણ માટે મહત્વના પ્લેટફોર્મ્સ માની રહ્યા છે.ખાનગી રિસર્ચ પેઢી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં મધ્યમ કદના ૬૫  ટકા વેપારગૃહોએ ઓનલાઈન સેલ્સ તરફ વળવામાં આગેવાની લીધી છે. તેઓ ઓનલાઈન પ્લેટફોર્મ્સને પ્રોડકટસના વેચાણ માટે મુખ્ય ચેનલ માની રહ્યા છે. 

નાના કદના ૫૦  ટકા વેપારગૃહો ઓનલાઈન  પ્લેટફોર્મ્સને પસંદ કરી રહ્યા છે. આમ વેપારગૃહોના ઓનલાઈન પ્લેટફોર્મ્સ તરફ પલાયન વિસ્તૃત ગ્રાહકો મેળવવા ડિજિટલ પ્લેટફોર્મ્સની આવશ્યકતા પર નિર્ભરતા વધી રહ્યાનું સૂચવે છે. નાના તથા મધ્યમ વેપારગૃહો પર ઓનલાઈન ચેનલનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે મજબૂત બ્રાન્ડસ પણ ઓનલાઈન તરફ વળી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. મોટી કંપનીઓ પણ આ ચેનલનો ઉપયોગ કરી રહી છે. સર્વેમાં ભાગ લેનારી મોટી કંપનીઓમાંથી ૫૮ ટકાએ ઓનલાઈન ચેનલને મહત્વની ગણાવી છે. ગ્રાહકો માટે પરંપરાગત વેપારસ્થળ હજુપણ સુસંગત રહ્યા છે આમછતાં, ઈ-કોમર્સનો શહેરી વિસ્તારોમાં વ્યાપ વધી રહ્યો છે. વિવિધ લાભોને કારણે વ્યાપમાં વધારો જોવા મળી રહ્યો હોવાનું પણ સર્વે રિપોર્ટમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *