ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી

સીએમ રુપાણીએ કહ્યું કે રાજ્યમાં આ અગાઉ 2 ડ્રાય રન સફળતાપૂર્વક કરાયા છે. વેક્સિન સેન્ટર પર ત્રણ રુમ તૈયાર કરાયા છે. જેમાં વેઇટિંગ રુમ, વેક્સિન રુમ, ઓબ્ઝર્વેશન રુમ હશે. જે લોકોને વેક્સિન આપવામાં આવશે તે લોકોને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવશે. પ્રાથમિકતાના આધારે વેક્સિન દરેક નાગરિકને મળશે. રાજ્યમાં કોઇપણ વ્યક્તિ વંચિત ન રહે તેનું ધ્યાન રાખવામાં આવશે.

કાલે પીએમ મોદીની મળેવી હાઈલેવલ મીટીંગમાં રસીકરણને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરુ થશે. ત્યારે હવે મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ કોરોનાની વેક્સિનેશનને લઇને  એક નિવેદન આપ્યું છે. વિજય રુપાણીએ નિવેદન આપતાં કહ્યું કે કોરોનાની વેક્સિનેશનને લઈને ડેટાબેઝ તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે, 11 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન અપાશે.

By admin