વિક્કી સાથે ટક્કર ટાળવા શાહિદની દેવા વહેલી રીલિઝ થશે

 શાહિદ અને વિક્કી બંનેને ફલોપ જવાનો ડર.વિક્કીની છાવા ફેબુ્રઆરીમાં ઠેલાતાં શાહિદની ફિલ્મ પખવાડિયું મોડી રીલિઝ કરાશે.

વિક્કી કૌશલની ‘છાવા’ આ ડિસેમ્બરમાં રીલિઝ થવાની હતી તેને બદલે હવે આગામી વેલેન્ટાઈન ડે પર ખસેડાતાં તેની સાથે ટક્કર ટાળવા શાહિદ કપૂર અને પૂજા હેગડેની ફિલ્મ તા. ૩૧મી જાન્યુઆરીએ જ રીલિઝ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. શાહિદને ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’ની રીલિઝમાં વેલેન્ટાઈન ડેની તારીખનો ફાયદો થયો હતો. આથી તે પોતાની આગામી ફિલ્મ પણ આ જ  તારીખે રીલિઝ કરવા માગતો હતો. પરંતુ, ‘પુષ્પા ટૂ’ સાથે ટક્કર ટાળવા માટે વિક્કી કૌશલની ‘છાવા’ ફેબુ્રઆરી પર ઠેલાતાં ‘દેવા’નું ટાઈમટેબલ પણ ખોરવાયું હતું. વિક્કી અને શાહિદ બંને કમર્શિઅલ સકસેસની રીતે નબળા તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ સંજોગોમાં તેમને ફિલ્મનું કલેક્શન ઘટે તે પરવડે તેમ નથી. આથી, આ તારીખોનું એડજેસ્ટમેન્ટ થયું હોઈ શકે તેવી માન્યતા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *