વરુણની કેરિયર બચાવવા પિતા ડેવિડ ધવન મેદાનમાં
વરુણ ધવનની આગામી ફિલ્મનું ટાઈટલ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હૈ’ નકકી થયુ છે. તેના પિતા ડેવિડ ધવન જ આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર વરુણની હિરોઈન હશે. આ ઉપરાંત સાઉથની એકટ્રેસ શ્રી લીલા પણ આ ફિલ્મ દ્વારા પહેલીવાર હિંદી ફિલ્મમાં દેખાવાની છે. ફિલ્મમાં ડેવિડ ધવનની ટિપિકલ રોમેન્ટિક કોમેડીની છાપ વર્તાશે. ડેવિડ ધવન પોતાના જમાનાના સફળ ફિલ્મ દિગ્દર્શક રહી ચૂક્યા છે. જોકે, વરુણે એક્ટર તરીકે કારકિર્દીમાં ખાસ કશું ઉકાળ્યું નથી. આથી, દીકરાની કેરિયરને બચાવવા માટે પિતા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે.