આપણને જે ટેવ પડી જાય છે તે સહેલાઈથી છૂટતી નથી. કેટલીક ટેવ સારી હોય છે તો કેટલીક ખરાબ હોય છે.

માણસની આબરૂ એ વાતમાં નથી કે તેની પાસે મકાન છે કે નહીં, મોટર કાર છે કે નહી એ આબરૂની વાત નથી. મનુષ્યની આબરૂ એ વાતમાં છે કે તેણે પોતાની ફરજ અને કર્તવ્યોને નિભાવ્યાં કે નહીં. બીજા સાથે અન્ય સાથે શરાફત અને ભલમનસાઈનો વ્યવહાર કર્યો છે કે નહીં. માણસની આબરૂનો પોઈન્ટ આ જ છે અને ભગવાનની સામે પોતાની આબરૂ સાબિત કરવાનો પોઈન્ટ આજ છે.

ધર્મનું મુખ્ય ચિહન છે- સદાચાર અને કર્તવ્યપાલન.

૨) લગ્નમાં જન્માક્ષર મેળવવાની પ્રથાથી ઘણા યોગ્ય મુરતિયાઓ રહી જાય છે. છોકરો છોકરી યોગ્ય છે, વડીલો પણ રાજી છે પણ પંડિતજીએ જન્મપત્રિકા જોઈને કહી દીધું કે વિધિ વર્ગ મળતા નથી, બસ બધો જ આધાર નષ્ટ થઈ ગયો. જન્મપત્રિકામાં આપણું બધું જ ભવિષ્ય લખેલ છે એ માન્યતા આપણા પુરુષાર્થને નિરર્થક સિધ્ધ કરે છે. મંગળનો અર્થ છે કલ્યાણ. મંગળ કોઈનો સફાયો નથી કરતો. આખી દુનિયામાં અનેક ધર્મ સંપ્રદાયો છે પરંતુ કયાંય કોઈ જન્મપત્રિકા બનાવતું નથી. લગ્ન સમયે બન્ને પક્ષના વિચારો, વ્યવસાય રહેણી-કરણી વગેરે જો મેળવવામાં આવે તો ઉચિત છે. બીજું સમજદારીઓમાં છે કે સમય પ્રમાણે લગ્નનું સ્વરૂપ વધારે ધામધૂમવાળું ન હોવું જોઈએ. નજીકના સગા-સંબંધી- મિત્રોની હાજરીમાં અડધા દિવસમાં લગ્ન સંસ્કારનો અવસર મનાવવો જોઈએ.

૩) આપણને જે ટેવ પડી જાય છે તે સહેલાઈથી છૂટતી નથી. કેટલીક ટેવ સારી હોય છે તો કેટલીક ખરાબ હોય છે.સારી આદતોમાં દા.ત. વહેલાં ઉઠવું સમયસર કામ કરવું, સ્વાધ્યાય કરવો વગેરેનો સમાવેશ છે. તેનાથી આપણું જીવન સુંદર બને છે. ખરાબ આદતોમાં નશો કરવો, ઇર્ષા કરવી, ક્રોધ કરવો નકારાત્મક વાતો કરવી વગેરે છે. તે આપણાં માટે દુ:ખદ હોય છે અને બીજાઓને પણ હેરાન કરનારી હોય છે.

૪) બાળકોને સમજવા માટે સૌથી સારી રીત એ છે કે તેમની સાથે બેસીને વાતો કરવી જોઈએ. બાળકો સાથે વાત કરતાં ખબર પડે છે કે તેમને હોમવર્ક આપવામાં આવે છે તે બિલકુલ ગમતું નથી. છ કલાક સ્કૂલમાં ભણ્યાં પછી ઘરે જઇને હોમવર્ક કરવાનું. પછી જમીને ટયુશનમાં જવાનું ત્યાર બાજ પપ્પા-મમ્મી રિવિઝન કરાવે અને તેથી બાળકો હસવાનું ભૂલી ગયાં છે. બાળકોમાં અપાર જિજ્ઞાસા હોય છે તે બધી કચડી નાખવામાં આવે છે.શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું- જે ઘરમાં મા-બાપ દ્વારા બાળકોને પ્રેમ, પ્રશંસા, સમય મળે છે એ બાળકોનો ભાવનાત્મક વિકાસ થાય છે.

૫) એક જિજ્ઞાસુએ પૂછયું કે સૌથી મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું ? સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ કોણ ? અને સૌથી શ્રેષ્ઠ સમય કર્યો ? જ્ઞાની પુરુષો આ પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, જે કામ હાથમાં હોય, હાથ ધર્યું હોય એ જ સૌથી મહત્ત્વપૂર્ણ છે. જે પોતાની સાથે કામ કરી રહ્યો હોય એ જ માણસ ખૂબ મહત્ત્વનો તથા ઉપયોગી છે. અને વર્તમાન સમય જ સૌથી શ્રેષ્ઠ સમય છે તેને વેડફશો નહિ.

6) મનુષ્ય જો પોતાના દોષ-દુર્ગુણો તરફ ધ્યાન ન આપે અને તેમને સુધારવાનો પ્રયત્ન ન કરે એના કારણે આ દેવદુર્લભ જીવન પશુતુલ્ય બની રહે છે. આ ભવ તો સુધરતો નથી. પરંતુ આવતા ભવની તૈયારી પણ થઈ શકતી  નથી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *