એનિમલના હોટ સીનની પણ ભારે ચર્ચા થઈ હતી. એક્ટિંગને બદલે આવા હોટ સીન જ કરતી રહેશે તો બીજી મલ્લિકા શેરાવત કે રાખી સાવંત બની જશે.
તૃપ્તિ ડિમરીનો આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’નો એક અતિશય હોટ સીન વાયરલ થયો છે. તેના કારણે તેના ચાહકો ભારે નારાજ થયા છે. આવા હોટ સીન પર જ ફોક્સ કરવાથી તૃપ્તિ બીજી મલ્લિકા શેરાવત કે રાખી સાવંત બનીને રહી જશે તેવી ટીકાઓ તેઓ કરી રહ્યા છે. અગાઉ તૃપ્તિના ‘એનિમલ’ ફિલ્મના હોટ સીન પણ ભારે ચર્ચાસ્પદ બન્યા હતા. તૃપ્તિની આગામી ફિલ્મ ‘બેડ ન્યૂઝ’માં વિકી કૌશલ સાથેના એક ગીતમાં તેણે બેહદ માદક અને બોલ્ડ સીન આપ્યા હોવાનું કહેવાય છે. તેના કારણે તૃપ્તિની એક્ટિંગના પ્રશંસક ચાહકો ભારે નારાજ થઈ ગયા છે. તૃપ્તિએ ઓટીટી પર ‘કલા’ અને ‘બુલબુલ’ સહિતની બહુ વખણાયેલી ફિલ્મોથી એક ઉત્તમ અભિનેત્રી તરીકે પ્રશંસા મેળવી હતી.
જોેકે, ‘એનિમલ’ ફિલ્મમાં રણબીર કપૂર સાથેના હોટ સીન્સ બાદ તૃપ્તિએ પોતાની ઈમેજ બદલી નાખી છે. તેને આ ફિલ્મ બાદ નવી નેશનલ ક્રશ અને ભાભી ટૂ નું બિરુદ પણ મળી ગયું હતું. હવે તેનું ‘બેડ ન્યૂઝ’નું નવું ગીત વાયરલ થતાં ચાહકો ટીકા કરી રહ્યા છે કે તૃપ્તિએ પોતાની ઈમેજ ખરાબ કરી નાખી છે. તે બીજી મલ્લિકા શેરાવત કે રાખી સાવંત બનવાના રસ્તે હોય તેમ લાગે છે. જો તે આવા સીન્સ જ કરતી રહી તો થોડા સમયમાં તેને લીડ રોલ્સ મળવાના બંધ થઈ જશે અને તેની કેરિયર બરબાદ થઈ જશે.