ઝહિર સાથે લગ્નથી ખુશ ન હોવાની ચર્ચા. જોકે, અગાઉ પણ પૂનમ અને લવ સોનાક્ષીને ફોલો નહિ કરતાં હોવાનો વળતો દાવો,
સોનાક્ષી સિંહાને તેના બોયફ્રેન્ડ ઝાહિર ઈકબાલ સાથે લગ્ન પહેલાં માતા પૂનમ સિંહા તથા ભાઈ લવ સિંહાએ સોશિયલ મીડિયા પર અનફોલો કરી હોવાનું કહેવાય છે. જોકે, એક દાવો એવો પણ છે કે પૂનમ અને લવ અગાઉ પણ સોનાક્ષીને ક્યારેય ફોલો કરતાં જ ન હતાં.
સોનાક્ષીનાં ઝાહિર ઈકબાલ સાથે તા. ૨૬મીએ લગ્ન છે. આ લગ્નથી શત્રુધ્ન સિંહા તથા તેનો સમગ્ર પરિવાર નારાજ હોવાનું કહેવાય છે. એક મીડિયા ઈન્ટરવ્યૂમાં શત્રુએ કહ્યું હતું કે આ લગ્ન વિશે સોનાક્ષીએ તેને કોઈ જાણ કરી નથી. જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે સોનાક્ષી લગ્ન કરશે ત્યારે તેને મારા આશીર્વાદ હશે. બાદમાં સોનાક્ષીના ભાઈ લવ સિંહાએ પણ આ લગ્ન વિશે પોતે વાકેફ નથી એમ કહ્યું હતું. એ પછી નિર્માતા પહેલાજ નિહલાણીએ એવો દાવો કર્યો હતો કે સોનાક્ષી મને પોતાના મામા સમાન માને છે અને આ લગ્ન બાબતે પરિવારમાં કોઈ મતભેદ નથી તથા લગ્નના દિવસે શત્રુધ્ન દીકરીને આશીર્વાદ આપવા જરુર આવશે.અત્યાર સુધીના અહેવાલો અનુસાર સોનાક્ષી તથા ઝાહિર તા. ૨૬મીએ તેમનાં લગ્ન રજિસ્ટર કરાવશે. ત્યારબાદ સાંજે એક રેસ્ટોરાંમાં પાર્ટી છે. તેમના સલમાન ખાન ઉપરાંત સંજય લીલા ભણશાળીની સીરિઝ ‘હીરા મંડી’ની સમગ્ર ટીમને પણ આમંત્રણ છે. સોનાક્ષીએ તેની મિત્ર હુમા કુરેશી તથા અન્યો સાથે બેચલર પાર્ટી મનાવી હોવાની તસવીરો પણ વાયરલ થઈ ચૂકી છે.