શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથેના સંબંધને સ્વીકાર્યા

  અગાઉ આર અક્ષરનો નેકલેસ પહેર્યો હતો.સોનાક્ષીએ રાહુલ માટે લખ્યું, દિલ રખ  લે..નિંદ તો વાપસ દે દે યાર.

શ્રદ્ધા કપૂરે અંતે રાહુલ મોદી સાથેના સંબંધની વાતને જાહેરમાં સ્વીકારી લીધી છે. છેલ્લા કેટલાય સમયથી ચર્ચા છે કે, તે તેની ફિલ્મ ‘તૂ ઝૂઠી મૈ મક્કાર ‘ ફિલ્મના લેખક રાહુલ મોદીને ડેટ કરી રહી છે. પરંતુ બન્નેએ જાહેરમાં આ બાબતે કોઇ ખુલાસો કર્યો નહતો.પરંતુ હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર રાહુલ સાથેના સંબંધને ખુલ્લેઆમ સ્વીકાર્યા છે. શ્રદ્ધા કપૂરે  સોશિયલ મીડિયામાં  રાહુલ મોદી સાથેની એક તસવીર શેર કરી છે. તેણે આ તસવીર સાથે દિલનું ઈમોજી પોસ્ટ કર્યું છે અને  દિલ રખ લે…નિંદ તો વાપસ   દે  દે યાર..’ એવું કેપ્શન લખ્યું છે. અગાઉ શ્રદ્ધા એક ઈવેન્ટમાં ‘આર’ અક્ષર ધરાવતો નેકલેસ પહેરીને આવી હતી ત્યારે પણ તે રાહુલ માટેના પ્રેમની કબૂલાત કરી રહી હોવાની ચર્ચા થઈ હતી. શ્રદ્ધાની આગામી ફિલ્મ ‘સ્ત્રી ટૂ’  તા. ૧૫મી ઓગસ્ટે રજૂ થવાની છે. તાજેતરમાં તેણે ‘મુંજિયા’ ફિલ્મના એક શો વખતે મુંબઈમાં અચાનક જ એક  થિયેટરમાં દેખા દઈ પોતાની ફિલ્મનું પ્રમોશન પણ કર્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *