વડોદરા રેલ્વે સ્ટેશન પાસે કારમાં દારૂની ડિલિવરી વખતે પોલીસે દરોડો પાડી બે ને ઝડપી પાડ્યા હતા.
વડોદરા રેલ્વે સ્ટેશન પાસે કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતી મળતાં સયાજીગંજ પોલીસે વોચ રાખી કોલેજ બેગ લઈ આવેલો એક યુવક કારમાં બેસતા જ ઝડપી પાડ્યો હતો.
પોલીસે બેંકમાંથી વિદેશી શરાબની છ બોટલ કબજે કરી હતી અને સ્કૂલબેગમાં દારૂ લાવનાર રણવીર સિંહ કિશોરસિંહ સિંગ શેખાવત (સોનથલી, જુન્જુનું,રાજસ્થાન) તેમજ કારચાલક કાંતિ કાળીદાસ માળી (ગોત્રી,માળી મહોલ્લો)ને ઝડપી પાડી કાર અને બે મોબાઈલ કબજે કર્યા હતા.
કારમાં દારૂની હેરાફેરી કેટલા સમયથી અને કઈ કઈ જગ્યાએ કરવામાં આવતી હતી, સપ્લાયર કોણ છે. તે મુદ્દે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.