પોલીસ પર દબાણ લાવવા ખોટા આક્ષેપો કરનાર પિતા પુત્ર સામે ગુનો દાખલ.

બગોદરા પોલીસ છેતરપિંડીના ગુનામાં આરોપીને તપાસ માટે રણોલી આવી હતી જે હકીકત છુપાવીને આરોપીના પરિવારે પોલીસને એવો મેસેજ આપ્યો હતો કે ત્રણ અજાણ્યા લોકો આવીને અમારા ઘરમાંથી લૂંટ કરી ગયા છે જેનો પર્દાફાશ થતા જવાહર નગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

જવાહર નગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ એન શેખે સરકાર તરફે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 12મી જૂનના રોજ રાત્રે 11 28 કલાકે પ્રફુલભાઈ પંચાલ ના ફોન નંબર ઉપરથી પોલીસ કંટ્રોલરૂમ વડોદરા શહેરને જણાવવામાં આવ્યું હતું કે રણોલી bank of baroda પાસે પંચાલ ફળિયામાં માય ગૃહ મંદિરની બાજુમાં એક સફેદ કલરની ફોરવીલર કાર માં ત્રણ લોકો બપોરે આવ્યા હતા. તેમની પત્નીને ધક્કો મારી ઘરમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 23,000 લઈ ગયા છે. આ મેસેજ બાબતે ટેલીફોન કરનાર નો સંપર્ક કરતા બીજે દિવસે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવવાનો જણાવ્યું હતું 13મી જૂને પ્રફુલભાઈ મણીલાલ પંચાલ તથા તેમના પત્ની હીનાબેન પોલીસ સ્ટેશન આવ્યા હતા અને ગઈકાલે પોલીસ કંટ્રોલ રૂમમાં લખાવેલી વર્ધીમાં અજાણ્યા ઇસમો આવી ધમકી આપીને દાગીના તથા રોકડા લઈ ગયા હોવાનો જણાવેલ જેથી પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાલસીંગભાઇ ને પુછી ખાતરી કરતા જાણવા મળ્યું હતું કે અમદાવાદ ગ્રામ્ય બગોદરા પોલીસ સ્ટેશનના છેતરપિંડી વિશ્વાસઘાતના ગુનાના કામે આરોપી દર્શન પ્રફુલભાઈ પંચાલ ની તપાસ માટે પી.એસ.આઇ.જીકે ચાવડા સ્ટાફ સાથે આવ્યા હતા અને આરોપી મળી આવેલ ન હતા. જે બાબતે ટેલીફોન કરનાર પંચાલ પ્રફુલભાઈ મણીલાલ તથા તેમના પત્ની હીનાબેન ને ઉપરોક્ત હકીકતની વાકેફ કર્યા હતા. તેમ છતાં તેમણે અજાણા ત્રણ લોકો દાગીના અને રોકડા લૂંટી ગયા હોવાનું જણાવી તેમના વકીલને ફોન પર વાતચીત કરી કોઈ પણ હકીકત જણાવી ન હતી કે નિવેદન લખાવ્યું ન હતું આ બાબતે કોઈપણ રીતે ગુનો દાખલ કરવા માટે દબાણ કરેલ તથા વકીલ મારફતે પણ ટેલીફોનિક વાતચીત કરાવી ગુનો દાખલ કરવા માટે દબાણ કર્યું હતું.

ત્યારબાદ અમે બગોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઇજીકે ચાવડાને ટેલીફોનિક તપાસ કરતા તેઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે કોઈ ગેરકાયદેસર કૃત્ય કર્યું નથી તેમ જણાવ્યું હતું. ત્યારબાદ 22મી જૂનના રોજ બપોરે પોણા ચાર વાગે અમને એક મોબાઈલ નંબર પરથી whatsapp કોલ તથા મેસેજ આવેલ જે મેસેજમાં પોતે દર્શન પંચાલ હોવાનો જણાવેલ અને મેસેજમાં અમારા વિડીયો ખોટા આક્ષેપો લખ્યા હતા. જેથી દર્શન પ્રફુલભાઈ પંચાલ ના કહેવાથી પ્રફુલ મણીલાલ પંચાલે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બગોદરા પોલીસ આવ્યા અને હકીકત છુપાવી તેની જગ્યાએ 3 અજાણ્યા લોકો આવીને લૂંટ કરી ગયા છે તેવા આક્ષેપો કરી જાહેર સેવક તરીકે પોલીસ પાસે ખોટું કરાવવા પોલીસ કંટ્રોલરૂમ તથા અમને ખોટી માહિતી જણાવેલ તેમજ દર્શન પંચાલ અમને whatsapp મેસેજ કરી ખોટા અક્ષેપો કરી અમને રાજ્યસેવક તરીકે હાની પહોંચાડવા માટેના શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેથી પ્રફુલ પંચાલ ,દર્શન પંચાલ વિરુદ્ધ મારી ફરિયાદ છે.