વડોદરાના ભાયલીની સોસાયટીમાં ચોરોનો ઉપદ્રવ.

વડોદરા નજીક ભાયલી ખાતે આવેલ સાંપ્રત સોસાયટીમાં રહેતા કૌશિક અભેસિંહ રાઠોડ તારીખ 23 ના રોજ સુરત જવા નીકળ્યા હતા ત્યારે તેમની પત્ની અને પુત્ર બાસવાડા રાજસ્થાન જતા હતા. કૌશિકભાઈ સુરત હતા ત્યારે બીજા દિવસે સવારે તેમના પાડોશી અશોકભાઈ જેઠવાએ તેમને ફોન કરીને જણાવેલ કે તમારા ઘરમાં ચોરી થઈ છે. જેથી કૌશિકભાઈ સુરતથી તુરંત વડોદરા પરત આવ્યા ત્યારે તેમના ઘરનો દરવાજો કોઈ તિક્ષણ હથિયારથી તૂટેલો જણાયો હતો. આ ઉપરાંત બેડરૂમમાં મૂકેલી ગોદરેજની તિજોરીઓ પણ તૂટેલી હતી અને તિજોરીમાંથી રોકડા એક લાખ ગુરુ ગ્રહની વીંટી સોનાની બુટ્ટી એક જોડ અને ચાંદીનું નાળિયેર મળી કુલ 2.81 લાખની ચોરી થઈ હતી. આ સોસાયટીમાં ચાર દિવસ પહેલા વિનિતભાઈ શાહના ઘેર પણ ચોરી થઈ હતી ઉપરોક્ત બનાવની ફરિયાદના પગલે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.