પોરબંદરમાં :બે વર્ષમાં બાળકોના મૃત્યુ દરના આંકડા વધ્યા

  • પોરબંદર બાળ અને કુટુંબ કલ્યાણ વિભાગની કામગીરી માત્ર ફાઈલોમાં
  • સામાજીક અગ્રણીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆતો 
  • ઝુપડપટ્ટીમાં વસતા લોકો અને બાળકો તરફે જીલ્લા વહીવટી તંત્રની નીરસતા 
  • બાળ કલ્યાણના નામે જીલ્લામાં લાખો રુપિયા ચાઉં થતા હોવાની વકી 

પોરબંદર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં બાળકોના મૃત્યુ દરના આંકડા વધ્યા છે. ખાસ કરીને પોરબંદર જિલ્લામાં અન્ય જિલ્લાઓમાંથી મજૂરી કામ કરવા માટે પરપ્રાંતીય લોકો આવતા હોય છે ત્યારે તે લોકોને પૂરતી સગવડ પણ મળતી ન હોય અને પોરબંદર જિલ્લામાં નાની મોટી અનેક ફેક્ટરીઓ છે ઉપરાંત મચ્છી ઉદ્યોગ તેમજ પથ્થરની ખાણોમાં પણ અન્ય રાજ્યના લોકો મજૂરી કામ માટે આવે છે. ત્યારે તે લોકોની સાથે આવતી મહિલાઓને પ્રસુતિ માટેની પૂરતી સવલતો ઉપલબ્ધ ન થતી હોવાનું પણ અનેક વખત સામે આવી રહ્યું છે. ત્યારે બહારથી આવતા લોકોને ત્યા જન્મતા બાળકોના મૃત્યુ દરના આંકડા પણ વધુ સામે આવે છે.

છેલ્લા બે વર્ષની વાત કરીએ તો પોરબંદર જિલ્લામાં ૧૬૬ જેટલા બાળ મૃત્યુદરના આંકડા સામે આવ્યા છે.