પોરબંદરના યોજવામાં આવેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે પોરબંદરમાં મોટા લેવલના રાજકીય આગેવાનોની પણ હાર થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાના બંને ભાઈઓ હાર્યા હોવાનું સામે આવ્યું છે.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના નાના ભાઈ રામદેવ મોઢવાડીયા તાલુકા પંચાયતની બેઠક પર હારી ગયા છેે અને અર્જુન ભાઈના પિતરાઈ ભાઈ ભરતભાઇ મોઢવાડીયા પણ હારી ગયા છે. અર્જુનભાઇ મોઢવાડિયાના પરિવારના બે મહિલા દાવેદાર જીત્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

તેમજ પોરબંદરની વાત કરીએ તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાની પણ હાર થઈ છે. નગરપાલિકા બેઠકમાં હાર થઇ હોવાના પગલે તેઓએ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.

By admin