પોરબંદર નગરપાલિકાના ત્રણ વોર્ડમાં ભાજપની ભવ્ય જીત થઇ છે ત્યારે કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. પોરબંદર નગરપાલિકા વોર્ડ નંબર સાત માં કોંગ્રેસના 2 ઉમેદવારની જીત થઈ હોવાનું સામે આવ્યું છે અને બે ઉમેદવારો વિજયી બન્યા છે. વોર્ડ નંબર 7માં ભાજપના બે ઉમેદવારો વિજયી બન્યા છે. અને કોંગ્રેસના 2 ઉમેદવારનો વિજય થયો છે ત્યારે કોંગ્રેસે ખાતું ખોલાવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.
પોરબંદર તાલુકા પંચાયતના ત્રણ બેઠક ભાજપને, એક કોંગ્રેસને ફાળે..પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત બેઠકની મતગણતરી શરૂ છે. ત્યારે પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયતની અડવાણા, બખરલા, બળેજ, દેગામ સહિતની ચાર બેઠકમાંથી ત્રણ બેઠક ભાજપને ફાળે ગઇ છે. અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
કુતિયાણા તાલુકા પંચાયતની ચોટા બેઠક પર કોંગ્રેસમાં ઉમેદવારનો વિજય થયો છે કુતિયાણા તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસે જીત મેળવી ખાતું ખોલાવવું છે ત્યારે ચોટા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પાર્વતીબેન મારુંનો ભવ્ય વિજય થયો છે.
જિલ્લા પંચાયતની બળેજ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો પોરબંદર જિલ્લા પંચાયતમાં બળેજની બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. પોરબંદર જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસે પણ ખાતું ખોલાવ્યું છે. અને બળેજ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.