પોરબંદર : દેગામ સીટ પર ભાજપનો વિજય

દેગામ જિલ્લા પંચાયતની સીટ પર ભાજપનો 1600 મત થી ભવ્ય વિજય : પોરબંદર જિલ્લા પંચાયતની દેગામ સીટ પર ભાજપનો વિજય થયો છે. દેગામ જિલ્લા પંચાયતની સીટ પર ભાજપના ભુરાભાઈ કેશવાલાએ ઉમેદવારી કરી હતી ત્યારે મતગણતરીના છેલ્લા રાઉન્ડમાં ભૂરાભાઈ કેશવાલાએ 1600 મતથી જીત મેળવી છે

પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં વધુ એક વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વોર્ડ નંબર 2 માં નિમુ બેન પાંડાવદરા, મંજુબેન માલમ, લક્ષ્મણભાઈ ઓડેદરા, મહેન્દ્રસિંહ ચાવડા સહિતના ચાર ઉમેદવારની ભવ્ય જીત થઇ છે.

પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પેનલે ખાતું ખોલાવ્યું છે. વોર્ડ નંબર એકમાં જંગી બહુમતીથી ભાજપની પેનલનો વિજય થયો છે. પોરબંદર જિલ્લા ભાજપના યુવા પ્રમુખ અજય બાપોદરાની પેનલ નો વિજય થયો છે. પાયલબેન બાપોદરા સહિતના ચાર ઉમેદવારોની પેનલની ભવ્ય જીત થઈ છે.

પોરબંદર તાલુકા પંચાયતની બેઠકની મતગણતરી શરૂ કરવામાં આવી છે ત્યારે વધુ એક વખત તાલુકા પંચાયતની બેઠક પર ભાજપે જીત મેળવીને પોતાનું ખાતું ખોલાવ્યું છે.
અડવાણા તાલુકા પંચાયતની સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે. તાલુકા પંચાયત સીટ પર ભાજપને ભવ્ય જીત મળી છે.