ચાર સ્થળો પર યોજાઈ રહી છે મત ગણતરી

પોરબંદર જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ની આજે ચાર સ્થળો એ મત ગણતરી યોજાઇ રહી છે. જેમાં કુલ ૪૫૫ કર્મચારીઓ ફરજ બજાવશે. ઉપરાંત કુલ ૫૦૦ થી વધુ સુરક્ષા કર્મીઓ નો ચુસ્ત બંદોબસ્ત રહેશે. પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની આજે તા ૨ ના રોજ મતગણતરી થશે .

પોરબંદર જીલ્લા માં 4 સ્થળોએ મતગણતરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પોરબંદરની માધવાણી કોલેજ , પોલીટેનિક કોલેજ , રાણાવાવની સરકારી કોલેજ અને કુતિયાણા ખાતે સરકારી હાઈસ્કૂલમાં મતગણતરી થશે. સવારે 9 કલાકથી મતગણતરી શરૂ થશે.જેમાં પ્રથમ પોસ્ટલ બેલેટ ની ગણતરી કરવા આવશે.બાદ ઇવીએમ ખોલી મત ગણતરી થશે.જેમાં પાલિકાની 52 બેઠક માટેની મતગણતરી પોરબંદર સરકારી પોલીટેકનીક ખાતે યોજાશે.જેના 2 ચૂંટણી અધિકારી અને ૯૯ કર્મચારીઓ અને ૧૧૭ પોલીસકર્મીઓ ફરજ પર રહેશે.કુલ 28 ટેબલ પર 13 રાઉન્ડ થશે.

જિલ્લા પંચાયત પોરબંદરની મતગણતરી માધવાણી કોલેજ ખાતે યોજાશે.જેમાં 12 ટેબલ પર 26 રાઉન્ડ, તાલુકા પંચાયત પોરબંદરની મતગણતરી પણ માધવાણી કોલેજ ખાતે યોજાશે, જેમાં 12 ટેબલ 26 રાઉન્ડ થશે અને ૧૫૬ કર્મચારી અને ૮૦ પોલીસકર્મી ફરજ બજાવશે.જ્યારે જિલ્લા પંચાયત રાણાવાવની મતગણતરી રાણાવાવ વિનયન કોલેજ ખાતે જેમાં 6 ટેબલ 11 રાઉન્ડ અને તાલુકા પંચાયત રાણાવાવની