પોરબંદરમાં મતગણતરીના સ્થળ પર તંત્રની બેદરકારી સામે આવી છે. મતગણતરીના સ્થળ પર કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. અને મિડિયા માંટે પણ કોઇ પ્રકારની બેસવાની વ્યવસ્થા ન હતી. જેથી હાલ તાબડતોડ માધવાણી કોલેજ ખાતે વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાયુ છે. જ્યાં મત ગણતરી કરવામાં આવી રહી છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનીટાયઝરની પણ કોઇ પ્રકારની તકેદારી રાખવામાં આવતી નથી. મતગણતરીના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા છે.

તંત્રની નિષ્ફળતાને કારણે પોરબંદરમાં કોરોનાવાયરસ વકરે તેવી પણ દહેશત ઉદભવી છે.