ખાસ અહેવાલ : બર્ડાઇ બ્રાહ્મણ સમાજને રાજકીય ન્યાય આપવો રાજકીય પક્ષોના હીતમાં

(ખાસ અહેવાલ)

રાજકીય પક્ષ ભાજપા હોય કે કોંગ્રેસ બંને પક્ષોને સમાન નેતૃત્વ બ્રાહ્મણ સમાજની નાનકડી એક પાંખ એવા બર્ડાઇ બ્રાહ્મણ સમાજે આપ્યું છે, અને પાછલા ત્રીસ વર્ષથી લગાતાર ભારતીય જનતા પાર્ટીને સાથ અને સહકાર આ સમાજે આપ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે આ સમાજને રાજકીય ન્યાય અને અપેક્ષા હોય શકે, આવી જ એક અપેક્ષા અને હક્ક માંગતી રજૂઆત બર્ડાઇ બ્રાહ્મણ સમાજના કેટલાક આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમ પાસે કરી છે.

આ કોઈ રાજકીય હઠ કે જીદ નથી એ પણ સ્વાભાવિક છે આ માંગ સામાજીક ન્યાય, સામાજીક વર્ચસ્વ અને અન્ય સમાજની તુલનામાં ખુદના સમાજની સમાનતાનો એક ભાગ છે, તાજેતરમાં સબળ રાજકીય પ્રોફાઈલ ધરાવતા અને બચપણથી જ જનસંઘી માનસિકતા ધરાવતા સૌરાષ્ટ્ર યુનીવર્સીટીના પૂર્વ સીન્ડીકેટ સભ્ય, પોરબંદર ભાજપના પૂર્વ જીલ્લા પ્રમુખ અને ભાજપમાં જ્યુબેલીથી લઈને દિલ્હી હેડકવાર્ટર તથા હાઈકમાન્ડ સુધી વગ ધરાવતા બર્ડાઇ બ્રાહ્મણ સમાજના ગૌરવ એવા માનનીય શ્રી વિજયભાઈ થાનકીએ ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભા સીટ પૈકી એક સીટ પર નમ્રતા સભર દાવેદારી નોંધાવી છે

જેને બર્ડાઇ બ્રાહ્મણ સમાજના દરેક આગેવાનોએ (ભાજપ સાથે સંકડાયેલા, ભાજપા સાથે નહી સંકડાયેલા) હોંશભેર વધાવી છે, અત્રે ઉલ્લેખનીય છે ખાલી પડેલી રાજ્યસભાની બે સીટો પૈકી એક સીટ પર સમગ્ર બ્રાહ્મણ સમાજના ગોરવ એવા માનનીય અભય ભાઈ ભારદ્વાજને ટીકીટ આપીને ભાજપાએ સમુચા બ્રાહ્મણ સમાજનું દિલ જીતવામાં કામીયાબી હાંસિલ કરી હતી ત્યારે હવે બર્ડાઇ બ્રાહ્મણ ને આ તક આપી ને ભાજપા પુનઃ એકવખત સમુચા બ્રાહ્મણ સમાજનું દિલ જીતી શકે તેમ છે એમાં કોઈ સંદેહ નથી.

શ્રી વિજયભાઈ થાનકી ની રાજકીય પ્રોફાઈલ પણ સારી છે, ભારતીય જનતા પાર્ટીના ચુસ્ત કાર્યકર્તા અને પરીણામ લક્ષી રાજકીય સુઝબુઝ ધરાવતા થાનકી સાહેબને ભાજપા જો રાજ્યસભા જવાની તક આપે તો તેમાં પક્ષનું ગૌરવ વધારવાનું કામ થશે,

અહેવાલ તૈયાર કરનાર પત્રકાર શ્રી ભાર્ગવ સુરેશચંદ્ર જોશી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે બિલકુલ સહમત નથી પરંતુ સમાજની એકતા માટે સમુચા બર્ડાઇ બ્રાહ્મણ સમાજની એકતા માટે બચપણથી કટિબદ્ધ છે અને એમની પણ કામના છે કે બર્ડાઇ બ્રાહ્મણ સમાજના કોઈ વ્યક્તિને રાજ્યસભામાં જવાની તક કોઈ રાજકીય પક્ષ આપતો હોય તો એ નિર્ણય ટીકીટ આપનાર રાજકીય પક્ષના હીતમાં હશે તેમાં લગીરેય સંદેહ નથી

શ્રી વિજયભાઈ થાનકીને હાર્દિક શુભકામનાઓ સાથે એ તમામ રાજકીય, સામાજીક અને જ્ઞાતિ આગેવાનોનો શુદ્ધ હૃદયથી આભાર કે શ્રી વિજયભાઈ ને રાજ્યસભામાં જવાની તક અપાવવા બદલ તેમના યોગ્ય પ્રયાસો આપતા હોય

સમાચાર

સ્વ. અભય ભારદ્વાજની ખાલી પડેલી બેઠક માટે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને સિનિયર આગેવાન વિજયભાઈ થાનકીએ પાર્ટીને રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ કરવા દાવેદારી નોંધાવી છે, સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓ અને દરેક બ્રહ્મ પેટાજ્ઞાતિ ઉપરાંત વિવિધ રાજકીય, બિનરાજકીય સંસ્થાઓએ, ગુજરાત રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી પાટીલ, મુખ્યમંત્રી શ્રી રૂપાણી મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાનિયા ઉપરાંત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શ્રી અમિત શાહ અને રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી. નદ્દા સહિતના મોવડી મંડળને રજુઆત કરાઈ છે.