ફિલ્મ વિશે જાતે અપડેટ આપ્યું. શૂટિંગ પૂર્ણ થતાં સેટ પરની મજાક મસ્તીઓ ખતમ થયાનું દુઃખ પણ વ્યક્ત કર્યું.
આગામી ડિસેમ્બરમાં રજૂ થનારી ‘પુષ્પા ટૂ’નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલ ડબિંગ ચાલી રહ્યું છે. અભિનેત્રી રશ્મિકા મંદાનાએ જાતે આ ફિલ્મની અપડેટ આપી છે. રશ્મિકાએ ડબિંગ સ્ટુડિયોની તસવીરો શેર કરી ગઈ હતી. તેણે જણાવ્યું હતું કે ફિલ્મના પહેલા હિસ્સાનું ડબિંગ થઈ ચૂક્યું છે અને હવે બીજા હિસ્સાનું ડબિંગ ચાલુ છે. પહેલો ભાગ બહુ અદ્ભૂત બન્યો છે એમ તેણે કહ્યું હતું.જોકે, તેણે એમ પણ કહ્યું હતું કે મારા હિસ્સાનું શૂટિંગ પુરુ થઇ ગયું હોવાથી હું નિરાશ છું. તેણે સેટ પરના રોમાંચ અને મજાક મસ્તીને મિસ કર્યાં હતાં. સુકુમાર દિગ્દર્શિત આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાના સાથે ફહદ ફાસિલ કામ કરી રહ્યો છે.