વિધાર્થીઓ તથા અંધજન મંડળના સભ્યોએ મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લીધી

પોરબંદર તા.૪, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં મતદારો ખાસ કરીને યુવા વર્ગમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી અને ટીમ દ્રારા વિવિધ કોલેજો તથા સંસ્થાઓમાં મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત પોરબંદર સ્થિત અંધજન મંડળ, એમ.ડી.સાયન્સ કોલેજ, ગુરૂકુળ મહિલા કોલેજ સહિત કોલેજ સંસ્થાઓમાં ઓનલાઇન તથા ઓફલાઇન કાર્યક્રમ હાથ ધરીને યુવા મતદારો મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવાની સાથે અન્યને મતદાન કરવા પ્રેરણા પણ પુરી પાડી હતી. મતદાર જાગૃતિ વિષયક આ કામગીરી નું સંકલન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે.