ગોલ્ડ ETFમાં રોકાણ 133 ટકા વધી રેકોર્ડ સ્તરે

 સોનાના ભાવમાં થયેલા વિક્રમી વધારા વચ્ચે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં સ્થાનિક રોકાણ ગયા મહિને એટલે કે ઓક્ટોબર દરમિયાન રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. ગોલ્ડ ઈટીએફને લઈને રોકાણકારોના ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ વર્ષે એપ્રિલ સિવાય બાકીના ૯ મહિનામાં રોકાણમાં વધારો થયો છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ)ના ડેટા અનુસાર, ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન દેશના કુલ ૧૮ ગોલ્ડ ઇટીએફ (ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) માં રૂ. ૧,૯૬૧.૫૭ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૧૩૩ ટકા વધુ છે. 

ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન દેશના કુલ ૧૩ ગોલ્ડ ઈટીએફમાં માત્ર રૂ. ૮૪૧.૨૩ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જો અગાઉના મહિના એટલે કે સપ્ટેમ્બરની સરખામણી કરીએ તો તેમાં ૫૯ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રૂ. ૧,૨૩૨.૯૯ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું.

આ રીતે, કેલેન્ડર વર્ષ ૨૦૨૪ના પ્રથમ ૧૦ મહિના (જાન્યુઆરી-ઓક્ટોબર) દરમિયાન, ગોલ્ડ ઇટીએફમાં કુલ રૂ. ૯,૩૨૯.૨૩ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જ્યારે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ના પ્રથમ ૯ મહિનામાં રૂ. ૨,૪૯૮.૧૩ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું.

નિષ્ણાતોના મતે, સોવરિન ગોલ્ડ બોન્ડની વધુ કોઈ શ્રેણી શરૂ ન થવાની શક્યતા અને ટેક્સ નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને, લોકો ગોલ્ડ ઈટીએફમાં ભારે રોકાણ કરી રહ્યા છે. ધનતેરસ દરમિયાન રોકાણકારોમાં ગોલ્ડ ઇટીએફની વધતી જતી લોકપ્રિયતાએ પણ ઓક્ટોબર દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રોકાણને રેકોર્ડ સ્તરે પહોંચવામાં મદદ કરી હતી. ડેટા અનુસાર, એનએસઈ પર સોના અને ચાંદીના ETFના ટ્રેડિંગ વોલ્યુમમાં ગયા ધનતેરસની સરખામણીએ આ વર્ષે ૫ ગણો વધારો થયો છે. 

કેલેન્ડર વર્ષ ૨૦૨૩ દરમિયાન ભારતમાં ગોલ્ડ ઇટીએફમાં રૂ. ૨,૯૨૩.૮૧ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જે કેલેન્ડર વર્ષ ૨૦૨૨ કરતા ૬ ગણું વધારે છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૧ ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ. ૪૫૮.૭૯ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

૨૦૨૪માં ગોલ્ડ ETFમાં રોકાણ/ઉપાડ

માસ રોકાણ

માસ રોકાણ
ઓક્ટોબર +૧,૯૬૧.૫૭
સપ્ટેમ્બર +૧,૨૩૨.૯૯
ઓગસ્ટ +૧,૬૧૧.૩૮
જુલાઈ +૧,૩૩૭.૩૫
જૂન +૭૨૬.૧૬
મે +૮૨૭.૪૩
એપ્રિલ – ૯૫.૬૯
માર્ચ +૩૭૩.૩૬
ફેબ્રુઆરી +૬૫૭.૪૬
જાન્યુઆરી +૯૯૭.૨૨
માસ રોકાણ
ઓક્ટોબર +૧,૯૬૧.૫૭
સપ્ટેમ્બર +૧,૨૩૨.૯૯
ઓગસ્ટ +૧,૬૧૧.૩૮
જુલાઈ +૧,૩૩૭.૩૫
જૂન +૭૨૬.૧૬
મે +૮૨૭.૪૩
એપ્રિલ – ૯૫.૬૯
માર્ચ +૩૭૩.૩૬
ફેબ્રુઆરી +૬૫૭.૪૬
જાન્યુઆરી +૯૯૭.૨૨

(તમામ આંકડા કરોડ રૂપિયામાં)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *