મેષ : આપના રૂકાવટ, મુશ્કેલીમાં અટવાઈ પડેલા કામનો ધીરે- ધીરે ઉકેલ આવતો જાય. અગત્યના નિર્ણય લેવામાં સરળતા રહે.
વૃષભ : આપે રાજકીય- સરકારી કામમાં, ખાતાકીય કામમાં સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ- ખરીદીના લીધે આપને નાણાંભીડ જણાય.
મિથુન : આપના કાર્યમાં આકસ્મિક સાનુકૂળતા આવી જતા આપના કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કર્ક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન- મકાન- વાહનના કામમાં સાનુકૂળતા જણાય..
સિંહ : દેશ- પરદેશના કામમાં, આયાત નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ- સહકાર મળે.
કન્યા : આપે તન- મન- ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક- પારિવારિક કામમાં ધ્યાન રાખવું.
તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. જાહેર ક્ષેત્રના કામમાં સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભાર- દોડધામમાં વધારો થાય.
ધન : આપની બુદ્ધિ અનુભવ આવડત- મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મકર : આપે ધીરજ અને શાંતિ રાખીને આપનો દિવસ પસાર કરી લેવો. ઘર- પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં.
કુંભ : આપના કામમાં ઉપરી વર્ગ- સહકાર્યકર વર્ગ નોકર- ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. પરદેશના કામમાં સાનુકૂળતા રહે.
મીન : આપના કામની સાથે સામાજિક- વ્યવહારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. નાણાંકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું પડે.