વાંચો તમારું 11 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય

મેષ : સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાનીમાં રાહત થાય. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. ધર્મકાર્ય શુભકાર્ય થાય.

વૃષભ : ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા રહે અને નોકરી ધંધો જાવ તો ઘર-પરિવારની ચિંતા સતાવ્યા કરે. કામમાં પ્રતિકૂળ રહે.

મિથુન : અડોશ-પડોશના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે. કામનો ઉકેલ આવતા આપને રાહત જણાય. મિલન-મુલાકાતથી આનંદ રહે.

કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. આપના કામમાં સરળતા જણાય. કામનો ઉકેલ લાવી શકો.

સિંહ : આપના મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. જૂના સજ્જન-સ્નેહિ, મિત્રવર્ગની સાથે આકસ્મિક મુલાકાત થાય.

કન્યા : કોર્ટ કચેરીના કામમાં તકલીફ જણાય. આપના ગણત્રી ધારણા પ્રમાણેનાં કામ ન થવાથી ઉચાટ- ઉદ્વેગ અનુભવાય.

તુલા : આપના કાર્યનો ઉકેલ આવતા આપને રાહત થતી જાય. પુત્ર-પૌત્રાદિકનો સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃશ્ચિક : દિવસ દરમ્યાન ઘર-પરિવાર, મિત્રવર્ગ-સગા-સંબંધીવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન વાહનના કામ થાય.

ધન : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહાર ગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેન મિલન-મુલાકાત થઇ શકે. ધર્મકાર્ય થાય.

મકર : વધુ પડતી દોડધામ શ્રમ તણાવના લીધે થાક કંટાળો અનુભવો. નાણાકીય જવાબદારીવાળા કામમાં આજે સાવધાની રાખવી પડે.

કુંભ : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપને દોડધામ વ્યસ્તતા રહે. રાજકીય સરકારી કામ થઇ શકે.

મીન : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. સાસરીપક્ષ મોસાળપક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. વાહન ધીરે ચલાવવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *