વડોદરામાં કામ શોધતી આધેડ મહિલાને રિક્ષામાં લઈ જઈ ગેંગરેપ

વડોદરાના સમા વિસ્તારમાં એક મહિલા ઉપર સામયિક બળાત્કારનો બનાવો બનતા સમા પોલીસે ગુનો નોંધી રીક્ષા ચાલક સહિત ત્રણ જણાની અટકાયત કરી છે.

બનાવની પ્રાથમિક વિગતો મુજબ આધેડ મહિલા આજીવિકા માટે કામની શોધમાં હતી તે દરમિયાન એક રીક્ષા ચાલક સાથે પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાત પણ થતી હતી.

રીક્ષા ચાલકે મહિલાને કામના નામે બોલાવ્યા બાદ રિક્ષામાં લઈ જઈ ફતેગંજ વિસ્તારમાં મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની કેફિયત મહિલાએ પોલીસને વર્ણવી હતી. બનાવમાં અન્ય બે સાગરીતો એ પણ મદદગારી કરી હોવાની માહિતી બહાર આવતા ડીસીપી પન્ના મોમાયાએ તાત્કાલિક ગુનો નોંધાવી ત્રણેય આરોપીઓની અટકાયત કરી હોવાની માહિતી મળી છે.