રશિયામાં સન્નાટો, વેગનરના વિદ્રોહ બાદ ક્યાં છે પુતિન અને પ્રીગોઝિન?

રશિયાની પ્રાઇવેટ આર્મી ગણાતા વેગનર ગ્રૂપના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ભલે વિદ્રોહ ખતમ થઇ ગયો હોય પરંતુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. વેગનર ગૃપના વિદ્રોહના અંત પછી રશિયા પર એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો છે પણ વાગનર દ્વારા સત્તા સામે થયેલ બળવાનું કારણ ગણાતા અને જેના ઈશારે વાગનર આર્મી પર હુમલો થયાનું મનાઈ રહ્યું છે તેવા રશિયાના સંરક્ષણ મંત્રી સરગેઈ શોઈગુએ પ્રથમ વખત જાહેરમાં હાજરી આપી છે. તેમના આ પદ પર રહેવાના ભાવિ અંગે અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે ત્યારે પુતિન નહિ પરંતુ શોઈગુનું પબ્લિક અપિરિયન્સ સૂચક છે.

યેવગેની પ્રિગોઝિન 24 કલાકથી વધુ સમયથી જોવા મળ્યા નથી

પુતિન સામે વિદ્રોહનો એલાર્મ વધારનાર વેગનર ગ્રુપના વડા યેવગેની પ્રિગોઝિન 24 કલાકથી વધુ સમયથી જોવા મળ્યા નથી. આ સાથે, રશિયન રાષ્ટ્રપતિ પણ છેલ્લા 24 કલાકમાં જાહેરમાં જોવા મળ્યા નથી.

નોંધપાત્ર વાત એ છે કે, 24 કલાક પહેલા પુતિનની સેના અને વેગનર ગ્રુપની સેના સામસામે હતી. પ્રિગોઝિનના સૈનિકો ઝડપથી મોસ્કો તરફ આગળ વધી રહ્યી હતી પરંતુ સાંજ સુધીમાં, વેગનરના વડા યેવગેની પ્રિગોઝિને પીછેહઠની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે, હવે તેના સૈનિકો મોસ્કો તરફ આગળ વધશે નહીં. તેઓ રશિયા સાથેના કરાર પછી પાછા ફર્યા. જોકે આ બધાની વચ્ચે પુતિનની અજેય ઈમેજને ઘણું નુકસાન થયું છે. 

વેગનર સૈનિકોના પરિવારને આપવામાં આવી ધમકીઓ

નિષ્ણાતોના મતે, એકાએક પાછા ફરવાથી, હવે વેગનર ભવિષ્યમાં કંઈક પ્લાન કરી રહ્યો છે. એક અહેવાલ પ્રમાણે પ્રિગોઝિનના વિદ્રોહ વચ્ચે રશિયન ગુપ્તચર સેવાઓએ વેગનર સૈનિકોના પરિવારોને ધમકી આપી હતી. જેના કારણે બળવાખોરો ઉતાવળમાં પીછેહઠ કરી ગયા હતા. 

અહેવાલ મુજબ, આ વાતનો કોઇ સંકેત નથી ક્રેમલિન સાથેના ગુપ્ત સોદા પછી વેઇન્ગર ચીફ ક્યાં છે? જોકે ગુપ્તચર અહેવાલો સૂચવે છે કે, તે બેલારુસ પહોંચ્યા છે. પ્રિગોઝિનની પ્રેસ ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ક્ષણે તેનો સંપર્ક કરી શકાયો નથી. પરંતુ તેણે આગ્રહ કર્યો કે, જ્યારે સંપર્ક કરવામાં આવે ત્યારે તે તમામ પ્રશ્નોના જવાબ આપશે.

પુતિને જવાબ આપવો પડશેઃ અમેરિકા

રશિયાને બદલે સમગ્ર વિશ્વની નજર ઘટનાક્રમ પર ટકેલી હતી. ભૂતકાળમાં પણ, વિશ્વના નેતાઓએ રશિયામાં વિદ્રોહ અંગે પ્રતિક્રિયા આપી છે. 

હવે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, વૈગનર ગૃપનો વિદ્રોહ રાષ્ટ્રપતિ પુતિન માટે સીધો પડકાર છે. અમે આગાહી કરી શકતા નથી અથવા બરાબર જાણી શકતા નથી કે તે ક્યાં જશે. અમે જાણીએ છીએ કે, પુતિન પાસે આગળના અઠવાડિયા અને મહિનાઓમાં જવાબ આપવા માટે ઘણું બધું છે.

મહત્વનું છે કે, અમેરિકાને ઘણા દિવસો પહેલા ગુપ્ત માહિતી મળી હતી કે, પ્રિગોઝિન રશિયન સંરક્ષણ અધિકારીઓ વિરુદ્ધ સશસ્ત્ર કાર્યવાહી કરવાનું કાવતરૂં ઘડી રહ્યાં હતા.