સીતા માતાને હજુ કેટલું લાંછન બાકી
આદિપુરુષના ફિયાસ્કા પછી ટૂંકા વસ્ત્રો પહેરતાં લોકોનો ગુસ્સો વધુ બહાર આવ્યો
‘આદિપુરુષ’ ફિલ્મમાં સીતા માતા નું પાત્ર ભજવનારી કૃતિ સેનન તાજેતર માં સ્પગેટી ટોપ અને બેહદ ટૂંકી ડેનિમ શોર્ટ પહેરીને બહાર નીકળતાં લોકો તેના પર વધુ વિફર્યા છે.
આ ફિલ્મ માં જે રીતે ભગવાન રામ, હનુમાનજી, સીતા માતા સહિતનાં પાત્રો તથા સમગ્ર રામાયણ નું જે રીતે અપમાન કરાયું છે તેની સામે દેશભરમાં આક્રોશ છે. હવે લોકો નો ગુસ્સો જુદી જુદી રીતે બહાર નીકળી રહ્યો છે. તેવામાં, કૃતિ આટલાં ટૂંકા વસ્ત્રો પહેરી ને બહાર નીકળતાં લોકોએ તેને પોતાના ગુસ્સાનું નિશાન બનાવી હતી. ઈન્ટરનેટ પર લોકો એ સવાલ પૂછયો હતો કે હજુ સીતા માતા ના પાત્ર ની કેટલી મજાક બાકી છે ?
ઉલ્લેખનીય છે કે અગાઉ આ ફિલ્મનાં પ્રમોશન વખતે ડાયરેક્ટર ઓમ રાઉતે મંદિર પરિસરમાં જાહેરમાં કૃતિને કિસ કારી લીધી હતી ત્યારે પણ લોકો નારાજ થયા હતા.