નાના કુટુંબની પ્રબળ ભાવનાથી પ્રેરાઈને આજકાલ ઘણાં આધુનિક દંપતી એક જ બાળકની ઈચ્છા ધરાવે છે. તેનાથી બાળકની એકલતા વધે છે. પરિવારનું સીમિત કદ જળવાઈ રહે ને બાળક એકલતા પણ ન અનુભવે, તે માટે શું કરવું.નિર્જીવ વસ્તુઓ થોડા સમય માટે જ બાળકનું મન મોહે છે, તેમને ક્ષણિક સુખ જ પ્રદાન કરે છે. છેવટે આ બધાથી બાળકને આનંદ મળતો નથી. આ બધી વસ્તુઓ બાળકના સાથી કે ભાઈબહેનની ભૂમિકા અદા કરી શકતી નથી. સ્કૂલેથી પાછા આવ્યા પછી બાળકનો સમય પસાર થતો નથી. ખાસ કરીને એકલા છોકરા કરતાં એકલી છોકરીને આ સમસ્યા વધુ સતાવે છે.
પહેલાંના જમાનામાં સંયુક્ત કુટુંબપ્રથા હોવાથી કુટુંબમાં મોટાઓ કરતાં બાળકોની સંખ્યા વધારે રહેતી, કેમકે સંયુક્ત કુટુંબમાં દરેક દંપતીનાં એકથી વધારે બાળકો જોવા મળતાં. માતાપિતાને વ્યક્તિગત રીતે બાળકો પ્રત્યે ધ્યાન આપવાની ન ટેવ હતી, ન ફુરસત. બાળકો એકબીજા સાથે હળીમળીને, તો ક્યારેક ઝઘડીને પણ સમય પસાર કરી લેતાં. ક્યારેક દાદા-દાદી કે નાના મોટા કાકા પાસેથી વાર્તા સાંભળીને કે તેમની સાથે બહાર જઈને તેમનો સમય પસાર કરી નાખતાં.હવેના જમાનામાં નાના પરિવારની ભાવનાથી પ્રેરાયેલા દંપતી બે બાળકોથી વધારે સંતાન ઈચ્છતાં નથી. એમાંય કેટલાંય, ખાસ કરીને નોકરી કરતાં દંપતી તો એક જ સંતાનની ઈચ્છા ધરાવે છે.
માતાપિતા પોતાના એકમાત્ર સંતાનને ખૂબ લાડપ્રેમ અને સુખસુવિધામાં ઉછેરે છે. તેમને વિવિધ પ્રકારની મીઠાઈઓ, કપડાં, રમકડાં, કેક, ચોકલેટ, બિસ્કિટ વગેરે લાવી આપે છે. કેટલાંક સંપન્ન માતાપિતા પોતાના એકના એક સંતાન માટે જુદો રૂમ ફાળવે છે અને તેમાં તમામ આધુનિક સુખસવલત જેવી કે, આરામદાયક પલંગ, કબાટ, સ્ટડી ટેબલ, રમકડાં માટે શોકેસ, વિવિધ પ્રકારનાં પોસ્ટર અને બાળકની ખાસ પસંદગીની વસ્તુઓથી તેમાં સજાવટ કરે છે.
જોકે આ તમામ સુખસુવિધાદાયક નિર્જીવ વસ્તુઓ થોડા સમય માટે જ બાળકનું મન મોહે છે, તેમને ક્ષણિક સુખ જ પ્રદાન કરે છે. છેવટે આ બધાથી બાળકને આનંદ મળતો નથી. આ બધી વસ્તુઓ બાળકના સાથી કે ભાઈબહેનની ભૂમિકા અદા કરી શકતી નથી. સ્કૂલેથી પાછા આવ્યા પછી બાળકનો સમય પસાર થતો નથી. ખાસ કરીને એકલા છોકરા કરતાં એકલી છોકરીને આ સમસ્યા વધુ સતાવે છે. એક છોકરી, જે કુટુંબમાં તેના પિતાની એકમાત્ર પુત્રી હતી, એણે જણાવ્યું, ”વાર્તાની અને અભ્યાસની ચોપડીઓ વાંચ્યા પછી પણ મને એકલતા સાલે છે. કાયમ એવી ઈચ્છા થાય છે કે મારા ઘેર કોઈ આવે.”
એક અન્ય છોકરી પણ આવા જ વિચાર ધરાવે છે. પોતાના ઘેર કોઈ સંબંધી આવે, તે એને ખૂબ ગમે છે. જ્યારે તેઓ જવા તૈયાર થાય, ત્યારે એ રડીને તેમને રોકાઈ જવાનો આગ્રહ કરે છે. છોકરી હોવાથી એ રાતે મોડે સુધી ઘરની બહાર કે પાર્કમાં જઈ શકતી નથી. એની કોલોનીમાં ટેનિસ કે બેડમિંટન રમવાની વ્યવસ્થા પણ નથી.પાડોશમાં રહેતી બીજી છોકરીઓ પોતાનાં ભાઈબહેનો સાથે સમય પસાર કરે છે. આ છોકરીને એનાં માતાપિતા તરફથી કોઈ પ્રકારની રોકટોક ન હોવા છતાં જો પાડોશની કોઈ છોકરી કમ્પાઉન્ડમાં રમવા ન જતી હોય, ત્યારે એ એકલી કેવી રીતે રમે?
એની એકલતાની વ્યથા બીજી છોકરીઓ સમજી શકતી નથી. એક વાર તો એ બીમાર હોવા છતાં સ્કૂલમાંથી પિકનિકમાં ગઈ હતી. કદાચ બે દિવસમાં તબિયત સારી થઈ જશે, નહીં તો બહેનપણીઓ સાથે જવાની આ તક ફરી નહીં મળે, એ વિચારીને તે તૈયાર થઈ હશે.એકલા રહેતા બાળકમાં વ્યાવહારિકતાની ઊણપ જોવા મળે છે. હળીમળીને રમવા ખાવાની તેની વૃત્તિ ઓછી હોય છે. તે સાવ દબાયેલા સ્વભાવનું અથવા ઉગ્ર સ્વભાવનું બને છે. કાયમ પોતાની વાત જ બધાં માને એમ તે ઈચ્છે છે.
ઉપર્યુક્તમાંથી કોઈ પણ વૃત્તિ આવા એકમાત્ર સંતાનમાં દ્રઢ ન બને, તે માટે માતાપિતાએ શરૂઆતથી જ ધ્યાન આપવાની જરૂર છે. તે માટે સૌપ્રથમ આવશ્યક છે, બાળકની એકલતા દૂર કરવાના ઉપાય વિચારવા. અહીં એવા કેટલાક ઉપાય દર્શાવવામાં આવ્યાં છે.
* મોટાભાગે માતાપિતા પોતાના મનોરંજન માટે કોઈ કિટી પાર્ટી તેમજ ક્લબનાં સંભ્ય બને છે. તેઓ રાતે આઠ વાગ્યે જઈ મધરાતે બાર-સાડાબાર વાગ્યે પાછાં આવે ત્યારે આવા સંતાનને નોકર સાથે અથવા ક્યારેક ઘરમાં સાવ એકલા રહેવું પડતું હોય છે, કેમકે માતાપિતા સાથે જવા છતાં પણ એ ત્યાં કંટાળો જ અનુભવશે. આના બદલે માતાપિતાએ એવી કિટી પાર્ટીના સભ્ય બનવું જોઈએ, જ્યાં બાળકો હોય, જેથી બાળકો પોતાનાં સમવયસ્ક સાથી સાથે આનંદ માણી શકે.
* બાળકોને પાડોશના મિત્રો સાથે મળીને ક્લબ કે કિટી પાર્ટીના સભ્ય બનવા પ્રોત્સાહિત કરો. કૉલોનીમાં બાળકોએ બનાવેલ ક્લબ રમત, ચિત્રકામ, નિબંધસ્પર્ધા વગેરેનું આયોજન કરે છે. આથી બાળક પોતાની પ્રતિભા પ્રસ્તુત કરી શકે છે.
* બાળકને કેટલીક ક્રિયાત્મક પ્રવૃત્તિઓ, જેવી કે ચિત્રકામ, શિલ્પકામ, આલ્બમ બનાવવાં વગેરે કરવા માટે પ્રોત્સાહન કરો. તેમને જીવનમાં અગ્રેસર થવાની પ્રેરણા પ્રદાન કરે છે. તેમનામાં સાહસ અને સ્ફૂર્તિ ઉત્પન્ન કરે છે. આજેય કેટલાક લોકો પરિપક્વ બન્યા પછી પણ વડીલો પ્રત્યે આદરભાવ ધરાવે છે, કેમકે તેમને પોતાનાં સ્વર્ગસ્થ દાદા-દાદીનો ભાવબોધ હોય છે અને તેની પાછળ તેમનું ઉન્મુક્ત બાળપણ કારણભૂત છે, જે તેમણે પોતાનાં વડીલોની ભાવનાત્મક છાયામાં વિતાવ્યું હતું.
આજકાલની દોડધામભરી જિંદગીમાં આપણાં વડીલો આપણાં બાળકોનું યોગ્ય માર્ગદર્શન નહીં કરી શકે, એ જ એક મુદ્દો વિચારણીય નથી. જે સંસ્કાર આપણાં બાળકોને આપણી વ્યસ્ત જિંદગીને લીધે નહીં મળી શકે તે સંસ્કાર વડીલો તેમને અજાણતાં જ આપી દેશે.માત્ર ચિડાઈને દૂર થઈ જવું. તે કોઈ અણગમતી વાતમાંથી મુક્તિ મેળવવાનો વિકલ્પ નથી. એના બદલે પૂરી વાતની મુક્ત રીતે ચર્ચા કરવી જોઈએ. આનું પરિણામ તમારી આશા મુજબનું જ આવશે.સુનંદાના જેઠ અને સસરા સુનંદાનાં બાળકોને ખૂબ વહાલ કરતા હોવાથી એ ખૂબ પરેશાન હતી. છેવટે એણે સમજદારીપૂર્વક વર્તવાનું વિચાર્યું. એણે પોતાનાં કુટુંબીજનોને બાળકોની ઉદ્ધતાઈનાં દુષ્પરિણામોનાં અનેક ઉદાહરણ આપી સમજાવ્યાં, ત્યારે તેમને પણ ખ્યાલ આવ્યો કે સુનંદાની વાત ખોટી ન હતી.
હવે ક્યારેય કોઈ કારણસર તે પોતાનાં કે જેઠાણીનાં બાળકોને ઠપકો આપે, તો પરિવારનાં સભ્યો વચ્ચે દખલગીરી નથી કરતાં. પહેલાં આનાથી એકદમ વિપરીત સ્થિતિ હતી. પહેલાં તો જો સુનંદા બાળકોને સાચી વાત માટે પણ ઠપકો આપતી કે અકળાતી, ત્યારે બધાં તેને બાળકોની હાજરીમાં જ ઠપકો આપતાં.પરિણામે, બાળકોને તો પીઠબળ મળવાથી તેઓ વધુ ને વધુ ઉદ્ધત બનતાં જતાં. સુનંદા ઘણા સમય સુધી એકલી જ ધમકાવતી રહી, પરંતુ છેવટે એનાં કુટુંબીજનોને ખ્યાલ આવી ગયો કે સુનંદાની વાત સાચી હતી અને એ બાળકોના હિતનો ખ્યાલ રાખતી હતી.
બાળકોને વધુ વહાલ કરતાં અને સંભાળ રાખતાં કુટુંબનાં વડીલોને તમે સમજાવી શકો કે સમયસર ખાવાપીવાથી બાળક શિસ્તપ્રિય બનશે અને ઘરનાં સભ્યોને પણ તે વધુ હેરાન નહીં કરે. તમે પ્રેમથી આ વાત વડીલોને સમય કેવો બદલાઈ ગયો છે, તેનાં ઉદાહરણ આપી સમજાવી શકો.અલબત્ત, સમયાનુસાર દાદા-દાદીએ પણ પોતાનામાં અને પોતાના સ્નેહની અભિવ્યક્તિમાં પરિવર્તન લાવવું જોઈએ, જેથી તેઓ પોતાની ને પોતાનાં બાળકોની વચ્ચે પેઢીઓનું અંતર છે એ અનુભવ ન કરે અને પોતાના નાનાં કુટુંબીજનો સાથે તેમનો મેળ પણ જળવાઈ રહે. ”અમે તમને તો સારી રીતે ઉછેર્યો, તો શું તમારાં છોકરાંને નહીં ઉછેરી શકીએ?” કહીને સંતાનોની વાત ન સમજનારાં માતાપિતા માત્ર કુતર્ક જ કરે છે. ”અમે તમારાં જન્મદાતા છીએ, તમે નહીં” કહીને વડીલો બદલાયેલી માનસિક્તા અને જીવનમૂલ્યોવો ઈન્કાર કરી શકતાં નથી.
ટૂંકમાં, વડીલો અને બાળકોનાં માતાપિતા, બંને પક્ષે અનુકૂલન સાધવાની કોશિશ કરવી જોઈએ. વડીલો સમયના પરિવર્તનને સમજે, તો જ સંયુક્ત કુટુંબપ્રથા સુચારુ રૂપે નભી શકે. જો વડીલો પોતાનાં પ્રૌઢ પુત્ર-પુત્રવધુને પણ બાળક જેવાં નાનાં સમજીને તેમને ઠપકો આપતાં રહેશે, તો તેમનાં સંતાનો પણ માતાપિતાનું સમ્માન નહીં કરે. દાદા-દાદી સમક્ષ પોતાનાં માતાપિતા પણ પોતાનાં જેવાં જ લાગ્યા કરશે. આથી નાનાં બાળકોને સમજાવતી વખતે કે ઠપકો આપતી વખતે તેમની સામે પોતાનાં પ્રૌઢ પુત્ર-પુત્રવધુને જબરજસ્તી, ખોટી રીતે ટોકવાનું ઉચિત નથી.
આમ, વચ્ચેની પેઢીએ પણ પોતાનાં માતાપિતા એટલે કે જૂની પેઢીનો ખ્યાલ રાખીને તેમને સમજાવવાં જોઈએ, જેથી તેઓ પોતાને અપમાનિત ન ગણે, આ લેખ વાંચ્યા બાદ તમે અનુભવશો કે તમે પોતે અને તમારી જૂની પેઢી બંને સાથે મળીને નવી સંતુલિત પેઢીને સંપૂર્ણ તન્મયતાથી તૈયાર કરી રહ્યાં છો. આ ઊગતી પેઢી તમારી માનસિક તથા બૌદ્ધિક શક્તિ અને તમારાં વડીલો પાસેથી હાર્દિક સંવેદનારસ મેળવી વિકાસ સાધી રહી છે.