જામનગર તિરુમવેલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં નિંદ્રાધીન મહિલા મુસાફરના પર્સની ચોરી.

જામનગરની રહેવાસી યુવતી ભારતી પ્રજાપતિ સુરત ખાતે લગ્ન પ્રસંગમાં જવા 24 જૂનના રોજ જામનગર તિરુમવેલ્લી એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ છ મા મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાનું પર્સ ગળામાં લટકાવી સૂઈ ગયા હતા. વહેલી સવારે અજાણ્યો ગઠિયો તેમનું પર્સ ખેંચતા તેઓ ઉઘમાંથી જાગી ગયા હતા. અને શોર મચાવતા પતિએ પીછો કર્યો હતો પરંતુ ગઠિયો પર્સની ચોરી કરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જે પર્સમાં સોનાની ચેન, સોનાની વીંટી, મોબાઈલ ફોન, અગત્યના ડોક્યુમેન્ટ સહિત રૂ 87,999 ની મત્તા હતી.