વડોદરાના ડભોઇ રોડ ગણેશ નગર ખાતે લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે નાચગાન સમયે  અગાઉની અદાવતે ત્રિપુટીએ સ્ક્રેપના વેપારી ઉપર ચાકુ અને લોખંડની પાઇપ વડે હુમલો ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. તો બીજી તરફ જાહેરનામા ભંગ બદલ પોલીસે ડીજે સંચાલક અને ડીજે મંગાવનારની અટકાયત કરી હતી.

ગણેશનગર ખાતે રહેતા શિવકરણ સામરિયા સ્ક્રેપનો વેપાર કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, સમાજની ત્રણ દીકરીઓના લગ્ન પ્રસંગના વરઘોડાનો પ્રોગ્રામ હોય ડીજે વાગી રહ્યું હતું. તે સમયે મારી સાથે અગાઉના ઝઘડાની અદાવત રાખી દિલીપ ટેપન, તેનો દીકરો સુમિત દિલીપ ટેપન , તેનો સાળો મુકેશ ખીચી અને રાજુ ખિચી (તમામ રહે-અનસૂર્યા નગર, ગણેશ નગર પાસે, ડભોઈ રોડ) અચાનક ઘસી આવી અપશબ્દો બોલી ચાકુ અને લોખંડની પાઇપ વડે હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં મને માથામાં તથા હાથના ભાગે ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત ગણેશ નગર બે માં ભાથુજી મંદિર પાસે ડીજે વગાડવા મુદ્દે ડીજે સંચાલક રાહુલ ચંદ્રકાંત પરમાર (રહે-જલારામ નગર, ગોરવા) અને ડીજે મંગાવનાર રાકેશ શંકરલાલ તોસાવડા (રહે-ગણેશ નગર, ડભોઇ રોડ) વિરુદ્ધ પણ જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.

By admin