રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. અત્યારના રૂઝાન પ્રમાણે તમામ બેઠકો ભાજપના ફાળે ગઇ છે. મુખ્યમંત્રીના ગઢમાં કોંગ્રેસના ફાળે એકપણ બેઠક ન જતા કોંગ્રેસે પરાજયનો સ્વીકાર કર્યોછે.
કોંગ્રેસ મુક્ત રાજકોટ થતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરએ રાજીનામુ આપ્યુ છે. પરાજયની જવાબદારી સ્વીકારી અશોક ડાંગરએ રાજીનામુ પ્રદેશ કોંગ્રેસને મોકલી આપ્યું છે. નોંધનીય છે કે, માત્ર રાજકોટ નહિ તમામ મનપામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. સુરતમાં કોંગ્રેસ કરતા આપના ફાળે વધુ બેઠકો ગઇ છે. રાજકોટ શહેરમાં કોંગ્રેસ ખાતું પણ ખોલી શકી નથી. રાજકોટ શહેર કૉંગ્રેસ પ્રમુખ, અશોક ડાંગરે હાર સ્વીકારતા જણાવ્યું કે, રાજકોટ મહાનગર પાલિકાની આ ચૂંટણીમાં અત્યાર સુધી 48 બેઠકો જાહેર થઇ છે. જેમાં તમામ 48 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઇ છે. આ પ્રજાનો ચૂકાદો છે જેને માથે ચઢાવું છું. હાર તો સ્વીકારીએ છીએ, પ્રજાનો ચુકાદો છે.