પોરબંદરમાં ટિકિટ વાંછુંક અસંતુષ્ટ ઉમેદવારો એ રાજ્યકક્ષાના ભાજપના નેતાઓની શાખ દાવ પર લગાડી દીધી છે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલાં જ કેટલાક અસંતુષ્ટ ઉમેદવારો કે જેઓ ની ટિકિટ કપાઈ હોય તેઓએ મનઘડત ઉમેદવારોની યાદી બનાવીને સોશિયલ મીડિયામાં ફરતી કરી દીધી છે
અત્રે ઉલ્લેખનીય છે કે આ યાદી સાચી હોય કે ખોટી હોય તે અંગે કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ રાજ્લેયના નેતાઓને આ કારણે કટઘરામાં જરૂર મુકાવું પડશે, પાર્ટીના સતાવાર લેટરપેડ વગર કાચી યાદી સોશિયલ મીડિયામાં કોઈએ ફરતી કરી દીધી છે જેના કારણે પોરબંદરના રાજકારણમાં અને ભાજપના સંગઠનમાં ઉથલ પાથલ મચી ગઇ છે અને રાજ્ય તથા કેન્દ્રના ભાજપના નેતાઓની શાખને પણ બટ્ટો લાગી ગયો છે.
એવું પણ જાણવા મળે છે કે આ યાદી સાચી છે પરંતુ જાણી જોઈને જ આ યાદી સોશિયલ મીડિયામાં ફરતી કરવામાં આવી હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે કારણ કે કેટલાક મોટા માથાઓના નામ કપાયા હોય અને આ મોટા માથાઓ કોઈ પ્રકાર રાજકીય પરીબળ પેદા ન કરી બેસે એટલા માટે પણ આ યાદીને ખોટી હોવાનું કહેવામાં આવી રહ્યું હોય, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં યાદી ફરતી થઈ જેને લઇને અનેક તર્કવિતર્ક સર્જાયા છે
કેટલાક અસંતુષ્ટ ઉમેદવારો કે જેઓ ટિકિટ માંગેલ હોય અને તેઓને ટિકિટ ન મળેલ હોય ત્યારે આવી યાદી સોશિયલ મીડિયામાં ફરતી કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હાલ ભાજપના અસંતુષ્ટ ઉમેદવારો કોંગ્રેસ ભાજપને હવે પછીની ચૂંટણીમાં સહકાર આપશે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે
નગરપાલિકાના ઉમેદવારોની ભાજપ દ્વારા પસંદગી કરવામાં આવી હોય તે યાદી લેટરપેડ વગર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે જેમાં ચાલુ ફરજ દરમિયાન જિલ્લા પંચાયત ના પ્રમુખ પદે કાર્યરત રહે ઉષાબેનનો પણ જિલ્લા પંચાયતમાંથી નગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે ઉપરાંત અજયભાઈ બાપોદરા ના પરિવારમાંથી પણ ટિકિટ ફાળવવામાં આવી છે અને મોટા માથાઓના નામ કાપવામાં આવ્યા છે જેમ કે જીવાભાઈ ભુતીયા, પંકજભાઈ મજીઠીયાનું પણ ટિકિટમાં હતું કપાઈ ગયું છે આમ મોટા માથાઓના પતા ગયા હોવાના પગલે આગામી સમયમાં અપક્ષ ઉમેદવારી કરે કે નહીં તે પણ જોવાનું રહ્યું છે
ભાજપના ટિકિટ વાંચું અસંતુષ્ટ ઉમેદવારો કે જેઓના પતા કપાયા છે તેઓ નવાજૂની કરે કે નહીં તે ચર્ચાનો વિષય બની ગયું અને ટિકિટ વાંચ્છુઓના અસંતુક્ષ્ટ ઉમેદવારોની ટીકીટ કપાઈ હોવાથી તે ભાજપને સહકાર આપે કે કેમ તે પણ ચર્ચાનો વિષય બની ગયું છે. ખાસ કરીને આ ચૂંટણી દરમિયાન ખારવા સમાજ માટે કેટલાક નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલ ખારવા જ્ઞાતિના અગ્રણીઓને પણ ટિકિટ ફાળવવામાં આવી છે પરંતુ જે વર્ષો જૂના જૂના જોગીઓ કહેવાય અને નગરપાલિકાના પ્રમુખપદે પણ જેવો એ ફરજ બજાવીને કાર્યરત રહેલ છે તેવા સમસ્ત ખારવા જ્ઞાતિના પૂર્વ પ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુનિલ ભાઈ ગોહિલના નામનો પણ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી આમ સમસ્ત ખારવા જ્ઞાતિના પૂર્વ વાણોટ ભાઈ ગોહેલ પણ નામ કપાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જો કે ભાજપના વરીષ્ઠ આગેવાનો વાયરલ થયેલી આ યાદી સતાવાર નથી એવું કહે તો પણ ભાજપમાં ટીકીટ વાન્છુઓનો અસતોષ ચરમસીમાએ છે એ નકારી શકાય નહિ અને આ અસતોષ કર્ત્વ્યનીષ્ઠ ભાજપા ના મોટા નેતાઓની મહામહેનતે એકત્ર કરેલ શાખ ને બટ્ટો જરૂર લગાડે છે, મામલામાં જો પાર્ટી તપાસ કરશે તો અનેક આગેવાનોના રાજકારણ પર મીંડું વળી જવાની શક્યતાઓ પણ છે, ભાજપ આમ પણ આ વખતે કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી જેવી પાર્ટીના મુકાબલામાં છે ત્યારે પોરબંદરમાં વાયરલ થયેલી યાદી અનેક પ્રશ્નો સાથે રાજ્યના ભાજપના નેતાઓ માટે એક નવી સમસ્યા સામે લાવી છે