સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને હાઈકોર્ટે ચુંટણી પંચને નોટીસ ફટકારી છે. આ નોટીસ ચુંટણી પંચને હાઈકોર્ટે મતગણતરીની અલગ અલગ તારીખોને લઈને ફટકારી છે. આ મામલે હવે ચુંટણી પંચે 6 ફેબ્રુઆરી પહેલા જવાબ રજૂ કરવો પડશે. હાઈકોર્ટે ચુંટણી પંચ સાથે રાજ્ય સરકારને પણ નોટીસ ઈસ્યૂ કરી છે.
મહત્વપૂર્ણ છે કે આજે હાઈકોર્ટમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીની મતગણતરીને લઈને અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મતગણતરી એક જ દિવસે કરવામાં આવે. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેના પર હાઈકોર્ટે ચુંટણી પંચ અને રાજ્ય સરકારને મતગણતરીની તારીખો અલગ અલગ અને આગળ પાછળ રાખવા અંગે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ જવાબ કોર્ટ સમક્ષ 6 તારીખ પહેલા રજૂ કરવાનો રહેશે જ્યારે આ મામલે આગામી 9 ફેબ્રુઆરીના રોજ યોજાશે.