ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ટેસ્ટ જોવા આવી શકે છે વડાપ્રધાન મોદી

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીતીને ભારતીય ટીમે ઇતિહાસ રચ્યો છે ત્યારે ઇંગ્લેન્ડ સામેનાં ટેસ્ટ મેચમાં ટીમ પાસે અપેક્ષાઓ વધી જાય છે. વિદેશી ભૂમિ ઉપર જીત મેળવવામાં આવે ત્યારે સ્થાનિક ક્ષેત્રે મેચમાં જીતની આશાઓ વધે જ. બીસીસીઆઇ દ્વારા ઈંગ્લેન્ડ સાથેની ભારતની ટેસ્ટ સિરીઝ માટેના સ્ટેડીયમની જાહેરાત કરી છે અને ત્રીજો ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે નવા રીનોવેશન થયેલા વિશ્વના સૌથી મોટા બીજા નંબરનાં સ્ટેડીયમ મોટેરા ખાતે યોજાવાની જાહેરાત કરી છે. રાજ્યના ગૌરવ એવા સૌથી મોટા સ્ટેડીયમમાં રીનોવેશન બાદ રમાનારા પહેલા ટેસ્ટમેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મેચનો આનંદ માણતા જોવા મળી શકે છે. મેચ અમદાવાદ ખાતે રમાશે એ જાહેરાતથી અમદાવાદીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

બીસીસીઆઇનાં સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદનું મોટેરા સ્ટેડીયમ વિશ્વનાં સૌથી મોટા ત્રણ સ્ટેડીયમમાં સ્થાન પામ્યું છે ત્યારે બીજી વાર બનાવવામાં આવેલા ક્રિકેટ સ્ટેડીયમ મોટેરામાં 24 ફેબ્રુઆરીથી ઈંગ્લેન્ડ સામે ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે. આ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહી શકે છે. બીસીસીઆઇ દ્વારા  આ મેચ માટે પીએમ મોદીને આમંત્રણ પાઠવવાની તૈયારી કરાઈ રહી છે. મોદી  ગુજરાતથી જ હોવાથી મેચ જોવા આવે તેવી સંભાવનાઓ વધું રહેલી છે.  અમદાવાદ ખાતે બનેલું વિશ્વનું સૌથી મોટા સ્ટેડીયમ સરદાર પટેલ સ્ટેડીયમમાં 1.10 લાખ દર્શકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે વર્તમાન સમયમાં કોરોના કાલને ધ્યાનમાં રાખીને સરકારની નવી કોરોના ગાઈડલાઈન બાદ મોટેરાનાં નવા સ્ટેડીયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનાં મેચને નિહાળવા માટે 50હજાર લોકોને મેચ જોવાની મંજૂરી આપવામાં આવી શકે એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. 24 ફેબ્રુઆરી અને 4 માર્ચથી ત્રીજો અને ચોથો ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે રમાશે. જ્યારે ટેસ્ટનાં પ્રથમ બે મેચ 5ફેબ્રુઆરીથી અને બીજો મેચ 13 ફેબ્રુઆરીથી તમિલનાડુનાં એમ એ ચિદમ્બરમ સ્ટેડીયમ ખાતે રમાશે.

દુનિયાના સૌથી મોટા પાંચ સ્ટેડીયમ
1 રનગ્રાંડો ફર્સ્ટ ઓફ મઈ- નોર્થ કોરિયા  પ્યોગ્યોંગ- 1.50 લાખ
2 સરદાર પટેલ સ્ટેડીયમ  ભારત અમદાવાદ  1.10 લાખ
3 મિચેગન સ્ટેડીયમ  અમેરિકા- અના અર્બર- 1.7 લાખ
4 બેવાર સ્ટેડીયમ  અમેરિકા  પેનસેલવેનિયા- 1.6 લાખ
5 ઓહિયો સ્ટેડીયમ  અમેરિકા  કોલમ્બસ- 1.2 લાખ