ક્રિતી સેનન મુખ્ય ભૂમિકા ભજવવાની હતી.મીના કુમારીનો પરિવાર બાયોપિક બનાવી રહ્યો હોવાથી મનિષે પ્રોજેક્ટ છોડવો પડયો.
મનીષ મલ્હોત્રાએ પોતે મીના કુમારીની બાયોપિકનો પ્રોજેક્ટ પડતો મૂકી દીધો હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ ફિલ્મમાં ક્રિતી સેનન મીના કુમારીના રોલમાંજોવા મળવાની હતી. મનીષે ગોવામાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આ જાહેરાત કરી હતી. અહેવાલો અનુસાર મીના કુમારીના પરિવારજનો ખુદ બાયોપિક બનાવી રહ્યા છે અને તેમણે સિદ્ધાર્થ પી. મલ્હોત્રાને દિગ્દર્શક તરીકે જવાબદારી સોંપી છે. તેને પગલે મનીષ મલ્હોત્રાએ આ પ્રોજેક્ટ પડતો મૂક્યો છે. મનીષે કહ્યું હતું કે હું હવે અન્ય કોઈ પ્રોજેક્ટ પર કામ કરીશ. તેણે કહ્યું હતું કે પોતે યશ ચોપરાની ફિલ્મ મેકિંગ સ્ટાઈલથી બહુ પ્રભાવિત છે અને એટલે પોતે તેમની શૈલી અનુસાર એક રોમાન્ટિક ફિલ્મ બનાવશે.