સીકવલ માટેના રાઈટ્સ મેળવાયા.નવી પ્રોડક્શન કંપની આ સીકવલ પ્રોજેક્ટ હાથ ધરે તેવી સંભાવના.
ઓસ્કર વિજેતા ફિલ્મ ‘સ્લમ ડોગ મિલિયોનર’ની સીકવલ બનાવવાની તૈયારી શરુ થઈ છે. . આ ફિલ્મનું નિર્માણ સ્વાતિ શેટ્ટી અને ગ્રાન્ટ કેમસૈનના નવા પ્રોડકશન બેનર બ્રિજ૭ના હેઠળ થાય તેવી શક્યતા છે.આ નિર્માતાઓએ મૂળ નિર્માતા પાસેથી ફિલ્મની સીકવલ અને ટેલીવિઝન ના અધિકાર હાસિલ કરી લીધા છે. ‘સ્લમડોગ મિલિયોેનર’ ફિલ્મ ૨૦૦૮માં રિલીઝ થઇ હતી . મુંબઈની સ્લમમાં રહેનારો ૧૮ વર્ષીય જમાલ મલિકની જીવનકથા પર આધારિત આ આ ફિલ્મમાં દેવ પટેલે મુખ્ય ભૂમિકા નિભાવી હતી તેનું દિગ્દર્શન ડેની બોયલે કર્યું હતું. આ ફિલ્મે સર્વશ્રેષ્ઠ ફિલ્મ અને દિગ્દર્શક સહિત આઠએકેડમી એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મમાં ફ્રિડા પિન્ટો ઉપરાંત અનિલ કપૂરે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. જોકે, નવી ફિલ્મની કથા કે કલાકારો વિશે કોઈ વિગતો જાહેર કરાઈ નથી.