હવે તેની પ્રાથમિકતા બદલાઇ ગઇ હોવાથી ચાર-પાંચ મહિના વિદેશમાં રહેવું મુશ્કેલ.
આલિયા ભટ્ટે હાર્ટ ઓફ સ્ટોન પછી હોલીવૂડની વધુ ફિલ્મો કરવાને પડકારજનક ગણાવ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું હતુ ંકે, હવે તેની પ્રાથમિકતા બદલાઇ ગઇ છે અને તેને ચાર-પાંચ મહિના વિદેશમાં રહીને શૂટિંગ કરવું એટલું સહેલું નથી રહી ગયું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ કરવાનો નિર્ણય હવે તેના સમયપર નિર્ભર કરે છે. જ્યારે તેણે હાર્ટ ઓફ સ્ટોન સાઇન કરી હતી ત્યારે ૨૦૨૨માં તેની પાસે સમય જ સમય હતો. હવે માતા બન્યા પછી તેની પ્રાથમિકતા બદલાઇગઇ છે. એક સાથે ચાર-પાંચ મહિના શૂટિંગ માટે વિદેશમાં આપવાએ તેના માટે મુશ્કેલ ભર્યું છે.આલિયા પતિ રણબીર કપૂર સાથે સંજય લીલા ભણશાલીની ફિલ્મ લવ એન્ડ વોરમાં જોવા મળવાની છે.