ઐશ્વર્યાની અભિતાભને જન્મ દિવસની શુભેચ્છાથી પરિવારમાં તાણ ન હોવાની અટકળ

જ્યારે પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા નંદાની કોઇ પોસ્ટ શેર થઇ નથી.

અમિતાભના ૮૨મા જન્મદિવસે ઐશ્વર્યા રાયે સસરા અમિતાભ બચ્ચનને ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે. જેથી બચ્ચન પરિવારમાં અણબનાવ પરની અટકળોને શાંત કરી દીધી છે. સૌથી વધુ રસપ્રદ તો એ છે કે, પિતા અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા આપતી પોસ્ટ પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતાની કોઇ પોસ્ટ વાયરલ થઇ નથી. ઐશ્વર્યા રાય બચ્ચને સસરા અમિતાભ બચ્ચનના જન્મદિવસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ  શેર કરી હતી. તેણે પુત્રી આરાધ્યા અને દાદાજી અમિતાભની એક જુની તસવીર શેર કરી હતી. સાથે અભિનેત્રીએ લખ્યું હતું કે, હાર્દિક શુભકામાનાઓ પા-દાદાજી. ભગવાન હંમેશા તમને ખુશ રાખે. 

શેર કરેલી તસવીરમાં અમિતાભ બચ્ચન અને આરાધ્યા જોવા મળે છે. બિગ બીએ પૌત્રીને ગળે લગાડી છે અને આરાધ્યાના હાથમાં  ગુલાબી રંગનું ગુલાબ જોવા મળે છે. દાદા-પૌત્રી તસવીરમાં ખુશ જોવા મળી રહ્યા છે. ઐશ્વર્યાની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે અને સોશિયલ મીડિયાના યુઝર્સો બચ્ચન પરિવારમાં તાણ ન હોવાની અટકળ કરી રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *