નવા સપ્તાહમાં સેન્સેક્સ 83777 ઉપર બંધ થતાં 84111 જોવાશે

વૈશ્વિક બજારોમાં એક તરફ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા રહી ચાઈના આર્થિક વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવવા મથી રહ્યું છે અને એક પછી એકઅર્થતંત્રને ઉગારવાના પ્રયાસો કરી રહ્યું છે, તેની સાથે ઈન્વેસ્મેન્ટ બેંકરો અને ઓડિટિંગ કંપનીઓ વિરૂધ્ધ દંડાત્મક પગલાં લઈ રહ્યું છે, ત્યારે અમેરિકા પણ મોટી મંદીમાં ખાબકી ન જાય એ માટેના પ્રયાસો વચ્ચે વ્યાજ દરમાં ઘટાડાની થઈ રહેલી માંગને લઈ ૦.૨૫ ટકાને બદલે ૦.૫૦ ટકાનો વ્યાજ દર ઘટાડો કરશે એવા અનુમાનો વચ્ચે ગત સપ્તાહમાં વૈશ્વિક બજારોમાં અમેરિકા, યુરોપના દેશોના બજારોમાં રિકવરી જોવાઈ હતી.આગામી સપ્તાહમાં ચાઈનાના સંભવિત વ્યાજ દર ઘટાડા અને યુ.એસ. ફેડરલ રિઝર્વની ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરના મળનારી મીટિંગમાં ઘણા સમય પછી વ્યાજ દરમાં સંભવિત ૦.૨૫થી ૦.૫૦ ટકા ઘટાડા પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે. આ મહત્વના પરિબળો વચ્ચે આગામી  સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૫૫૫ ઉપર બંધ થતાં ૨૫૭૭૭ અને સેન્સેક્સ ૮૩૭૭૭ ઉપર બંધ થતાં ૮૪૧૧૧ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : INDIA NIPPON ELECTRICALS LTD.

બીએસઈ(૫૩૨૨૪૦), એનએસઈ(INDNIPPON) લિસ્ટેડ, રૂ.૫ પેઈડ-અપ, ISO 9001:1998, QS 9000:2001, ISO 14001:2002 Certified ,વર્ષ ૧૯૯૪માં ૧:૨, વર્ષ ૧૯૯૮માં ૮:૫, વર્ષ ૨૦૨૦માં ૭:૧૦, વર્ષ ૨૦૧૧માં ૨:૫ શેર બોનસ આમ ચાર બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૯૧.૮૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી,  ઈન્ડિયા નિપ્પોન ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (INDIA NIPPON ELECTRICALS LTD.), વર્ષ ૧૯૮૪માં શરૂ થયેલી અને વર્ષ ૧૯૮૬માં LUCAS TVS LIMITED અને MAHLE ELECTRIC DRIVES JAPAN CORPORATION જે MAHLE GROUP-GERMANYની કંપનીની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી લુકાસ ઈન્ડિયન સર્વિસ લિમિટેડ વચ્ચે સંયુક્ત સાહસમાં પરિણમેલી કંપની હતી.  જે કંપની ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ અને પોર્ટેબલ એન્જિન્સ માટે ઈલેક્ટ્રોનિક ઈગ્નિશન સિસ્ટમ્સનું મેન્યુફેકચરીંગ કરવા સ્થપાયેલી હતી. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૩માં સેગ્મેન્ટ મુજબ ટુ-વ્હીલર્સમાંથી ૮૦ ટકા અને થ્રી-વ્હીલર્સમાંથી ૬ ટકા અને જનરલ પરપઝ પાર્ટસમાંથી ૧૪ ટકા મેળવી છે. કંપની કુલ આવકના ૯૪ ટકા દેશમાંથી અને ૬ ટકા નિકાસ થકી મેળવે છે. કંપની તેના ઉત્પાદનોની નોર્થ અમેરિકા, જાપાન, ઈટાલી, યુરોપ, ચાઈના, નેપાળ, થાઈલેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, આફ્રિકા સહિતના દેશોમાં નિકાસ કરે છે. કંપનીનું ફોક્સ નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધીમાં આફટરમાર્કેટ વેચાણમાંથી ૧૦થી ૧૫ ટકા આવક મેળવવાનું છે.પ્રમોટર્સ રિકેટેગરાઈઝેશન : સપ્ટેમ્બર ૨૦૨૩માં કંપનીએ સ્ટોક એક્સચેન્જો બીએસઈ અને એનએસઈને જાણ કરી મેસર્સ મહાલે હોલ્ડિંગ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને મેસર્સ મહાલે ઈલેક્ટ્રિક ડ્રાઈવ્ઝ જાપાન કોર્પોરેશનને પ્રમોટર્સમાંથી પબ્લિક કેટેગરી તરીકે લેખાવવા વિનંતી કરી હતી.મેન્યુફેકચરીંગ સવલતો : કંપની ભારતમાં ત્રણ મેન્યુફેકચરીંગ સવલતો ધરાવે છે. જેમાં બેંગ્લુરૂથી ૫૦ કિલોમીટરના અંતરે તમિલનાડુમાં હોસુર પ્લાન્ટ ૩૨ એકરમાં ધરાવે છે. બીજો પુડુચેરીથી ૨૫ કિલોમીટરના અંતરે અને હરિયાણામાં ગુરૂગ્રામથી ૩૫ કિલોમીટરના અંતરે ધરાવે છે. પ્રોડક્ટ પોર્ટફોલિયો : કંપની વ્હીકલ ઉદ્યોગમાં ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરર્સ (ઓઈએમઝ) માટે ઈગ્નિશન સિસ્ટમ પાર્ટસનું ઉત્પાદન કરે છે અને ઈલેક્ટ્રોનિક ઈગ્નિશન સિસ્ટમ પ્રોડક્ટસમાં બજાર અગ્રણી છે. કંપની તાજેતરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ(ઈવી) માટેના બજારમાં પ્રવેશી છે. કંપની સતત તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને સેન્સર્સ, કંટ્રોલર્સ, કન્વર્ટર્સ અને એન્જિન કંટ્રોલ યુનિટ્સ, એસી જનરેટર કેપેસિટરમાં વિસ્તારી રહી છે. પ્રોડક્ટસમાં ઈલેક્ટ્રોનિક ઈગ્નિશન સિસ્ટમ, કંટ્રોલર્સ, સેન્સર્સ, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ અને આફટર માર્કટનો સમાવેશ છે.

ગ્રાહકો : કંપનીના ગ્રાહકોમાં બિરલા પાવર સોલ્યુશન્સ લિમિટેડ, કોહલર કંપની લોમ્બાર્ડિની, પિઆજીઓ, ગ્રીવ્ઝ, હીરો, મહિન્દ્રા ટુ-વ્હીલર, ટીવીએસ સહિતનો સમાવેશ છે.

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ : કંપનીએ વિવિધ એન્જિન એપ્લિકેશન્સ માટે પોતાની રીતે ઈગ્નિશન પ્રોડક્ટસની ડિઝાઈન અને ડેવલપમેન્ટ માટે આર એન્ડ ડીમાં નોંધનીય રોકાણ કર્યું છે. જેને વર્ષ ૧૯૯૪થી ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-મીનિસ્ટ્રી ઓફ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા માન્યતા મળેલી છે.

ટેકનીકલ પાર્ટનરશીપ : કંપનીએ ઈલેક્ટ્રોનિક ફયુલ ઈન્જેકશન માટે કંટ્રોલ યુનિટ માટે વૈશ્વિક અગ્રણી ઓટોમોટીવ સપ્લાયર બોર્ગ વોર્નર સાથે ટેકનીકલ લાઈસન્સિંગ પાર્ટનરશીપ કરાર કરેલા છે. જેનાથી કંપની ઈલેક્ટ્રોનિક ફયુલ ઈન્જેકશન સિસ્ટમ્સના નવા પ્રોડક્ટ સેગ્મેન્ટમાં પ્રવેશવા સક્ષમ બનશે.

ઈન્વેસ્ટમેન્ટ વેલ્યુ : ૧, એપ્રિલ ૨૦૨૪ મુજબ કંપની ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડોના યુનિટોમાં રોકાણ, બેંક બેલેન્સ સહિત મળીને રૂ.૪૫૨ કરોડ ધરાવે છે. જેનું કંપનીની ઈક્વિટી શેરોની સંખ્યામાં શેર દીઠ મૂલ્ય રૂ.૨૦૦ જેટલું થાય છે.

શેર હોલ્ડિંગ પેટર્ન :  લુકાસ ટીવીએસ લિમિટેડના ૭૦.૩૭ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, ૭.૬૯ ટકા એચએનઆઈ, કોર્પોરેટ બોડીઝ અને અન્યો પાસે તેમ જ  રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૨૧.૯૪ ટકા છે. 

બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૯૪માં ૧:૨, વર્ષ ૧૯૯૮માં ૮:૫, વર્ષ ૨૦૨૦માં ૭:૧૦, વર્ષ ૨૦૧૧માં ૨:૫ શેર બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૧માં રૂ.૧૯૯, માર્ચ ૨૦૨૨માં રૂ.૨૧૮, માર્ચ ૨૦૨૩માં રૂ.૨૪૮, માર્ચ ૨૦૨૪માં રૂ.૨૭૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૫માં રૂ.૩૧૧ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૧માં ૧૨૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૧૨૫ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૮૫ ટકા, વર્ષ ૨૦૨૪માં ૨૦૫ ટકા

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :

(૧) સંપૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : ચોખ્ખી આવક ૧૦ ટકા વધીને રૂ.૭૫.૭૮ કરોડ  મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૯૨ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫૯.૩૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૬.૨૧ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૪ થી જૂન૨૦૨૪ :ચોખ્ખી આવક ૧૯ ટકા વધીને રૂ.૧૯૭ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૮૬ ટકા થકી ચોખ્ખો નફો ૯૬ ટકા વધીને રૂ.૧૮.૧૪ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૮.૦૨ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :અપેક્ષિત ચોખ્ખી આવક ૨૦ ટકા વૃદ્વિએ  રૂ.૮૬૮ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૯.૨૯ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮૦.૬૦ કરોડ મેળવીને શેર દીઠ કમાણી રૂ.૩૫.૬૦ અપેક્ષિત છે. 

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ચાર બોનસ શેર ઈસ્યુઓ થકી કુલ ઈક્વિટીમાં ૯૧.૮૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૩) ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ મેન્યુફેકચરર્સ અને જેનસેટ્સ મેન્યુફેકચરર્સ માટે ઓટોમોટીવ અને નોન-ઓટોમોટીવ ડોમેઈન માટે પ્રીફર્ડ ઈગ્નિશન સિસ્ટમ્સની સપ્લાયર અને ઈલેક્ટ્રિકલ્સ અને ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટસ સપ્લાયર કંપની (૪) ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડોના યુનિટોમાં રોકાણ અને બેંક બેલેન્સ મળી રૂ.૪૫૨ કરોડ ધરાવતી અને જેનું કંપનીના શેર દીઠ મૂલ્ય રૂ.૨૦૦ જેટલું ધરાવતી (૫) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૪થી જૂન ૨૦૨૪માં ચોખ્ખા નફામાં ૯૬ ટકા વૃદ્વિ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮.૦૨ હાંસલ કરનાર (૬) પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ની અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૩૫.૬૦,  અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૩૧૧ સામે રૂ.૫ પેઈડ-અપ શેર અત્યારે ૧૩, સપ્ટેમ્બર ૨૦૨૪ના બીએસઈ પર રૂ.૭૭૬.૨૦ના ભાવે (એનએસઈ પર રૂ.૭૮૦.૬૦)ઉદ્યોગના સરેરાશ ૪૨ના પી/ઈ સામે કંપનીની માર્ચ ૨૦૨૫ની અપેક્ષિત કમાણીએ ૨૨ના પી/ઈએ ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *