ફિલ્મસર્જકે 20 માર્ચ 2026 જણાવી.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી ફરી રૂપેરી પડદે સાથે આવવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે વિક્કી કૌશલ પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણશાલીનું છે. આ વરસે આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. અને હવે ફિલ્મસર્જકે ફિલ્મ રિલીઝની ઘોષણાપણ ક ૨૦ માર્ચ ૨૦૨૬ની કરી છે. માર્ચ મહિનાઓમાં રામનવમી અને રમઝાન જેવા તહેવારો આવતા હોય છે. આ તહેવારોમાં રિલીઝ થનારી આ ફિલ્મને તેનો ફાયદો મળી શકે એમ છે. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી સુપરહિટ છે. તેમણે બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવામાં કામ કર્યુ ંહતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ છલકાવી દીધી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૪૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. આ વખતે રણબીર-આલિયા સાથે સફળ અભિનેતા વિક્કી કૌશલ પણ જોડાયો છે તેમજ બોલીવૂડનો સુપરહિટ ડાયરેકટર સંજય લીલા ભણશાલી આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો હોવાથી સહુને આ ફિલ્મ પાસે વધુ અપેક્ષા છે.