ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ છે. દીકરીની કેરિયરને લિફ્ટ આપવા માટે શાહરુખ જાતે આ ફિલ્મ બનાવી રહ્યો છે.
શાહરૂખ ખાન પુત્રી સુહાનાની કારકિર્દી આગળ વધારવા માટે ‘કિંગ’ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં પોતે પણ કામ કરવાનો છે. આ ફિલ્મમાં હવે ‘મુંજિયા’થી જાણીતો બનેલો અભય વર્મા સુહાનાનો હિરો બનશે. અભયે પોતે આ વાત જાહેર કરી હતી. ફિલ્મના અન્ય સહકલાકારોમાં અભિષેક બચ્ચનનો પણ સમાવેશ થાય છે. સુજોય ઘોષ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. તેનું શૂટિંગ આગામી નવેમ્બરમાં શરુ થવાનું છે. શરુઆતમાં એમ મનાતું હતું કે ફિલ્મમાં સુહાના મુખ્ય ભૂમિકામાં હશે અને શાહરુખ નો માત્ર કેમિયો હશે. જોકે, બાદમાં એવું બહાર આવ્યું હતું કે શાહરુખ ફિલ્મમાં મેઈન રોલ ભજવી રહ્યો છે.