માત્ર સારાં મિત્રો હોવાનો દાવો કર્યો. બંનેએ વેબ સીરિઝ ફોરગોટન આર્મીમાં કામ કર્યું ત્યારથી ડેટિંગની અફવા ચાલે છે.

સની કૌશલ અને શર્વરી વાઘ ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા ઘણા સમયથી ચાલી રહી છે. હવે સની કૌશલે આ વાતને અફવામાં ખપાવી છે. તેના દાવા અનુસાર તે અને શર્વરી માત્ર સારાં મિત્રો જ છે. વિકી કૌશલના ભાઈ સની કૌશલ અને શર્વરી વાઘે ‘ધી ફોરગોટન આર્મી’ વેબ સીરિઝમાં સાથે કામ કર્યું હતું. આ વેબ સીરિઝથી જ તેઓ લાઈમલાઈટમાં આવ્યાં હતાં અને ત્યાંથી જ તેમનું ડેટિંગ શરુ થયું હોવાનું કહેવાય છે.

એ પછી શર્વરી અને સની અનેક ઈવેન્ટસમાં પણ સાથે સાથે જોવા મળ્યાં છે. શર્વરી કૈટરિના કેફની દેરાણી બનશે એ લગભગ નક્કી મનાતું હતું. 

જોકે, હવે સની કૌશલના દાવા અનુસાર આ બધી અફવા છે. તેણે તેના માતાપિતાને પણ આવી અફવાઓ પર ધ્યાન નહિ આપવા જણાવી દીધું છે.